ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી પાસે પાણીના ખાડામાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE











મોરબીના પાનેલી પાસે પાણીના ખાડામાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબી નજીકના પાનેલી ગામ પાસે ખાડામાં નહાવા ગયેલ યુવાન પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને તથા મોરબી નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી ફાયર વિભાગની ટીમ દ્વારા ખાડાના પાણીમાં યુવાનની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને બોડીને બહાર કાઢવામાં આવેલ છે આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી પ્રમાણે મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં મોરબીના પાનેલી રોડ ઉપર આવેલ સીમોરા સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો કમલદાસ દેવદાસ કુમરે જાતે ગોડ આદિવાસી (૩૭) પાનેલી ગામ પાસે ખાડામાં ભરાયેલ પાણીમાં ન્હાવા માટે ગયો હતો ત્યારે કોઈ કારણોસર તે અકસ્માતે પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને આ બનાવ અંગેની કારખાનેદાર હિરેનભાઈ પટેલ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસ ઘટના પહોંચી હતી અને ત્યારબાદ મોરબી નગરપાલિકાના ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી જેથી કરીને ઘટના સ્થળે પહોંચી પાણીના ખાડામાં ડૂબી ગયેલા યુવાનની શોધખોળ હાથ ધરી હતી અને દરમિયાન પાણીમાંથી યુવાનની ડેડબોડી મળી આવતા બોડીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવ અંગેની સંજયભાઈ મનીષભાઈ (૨૦) રહે. હાલ પાનેલી રોડ સિમોરા સીરામીક લેબર કવાર્ટર વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે

ભાભીને દિયરે માર માર્યો

મોરબી તાલુકાના આંદરણા ગામે રહેતા અસ્મિતાબેન પ્રવીણભાઈ ચાવડા (૩૦) નામની મહિલાને માર માર્યો હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ બારૈયા ચલાવી રહ્યા છે વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અસ્મિતાબેનને તેના દિયર કમલેશભાઈ દેવજીભાઈ ચાવડાએ માર માર્યો હોવાથી તેને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ લઈને આવ્યા હતા






Latest News