ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં પ્રદુષણ નિવારણ સાથે ઊર્જા સર્જન કરતી સરકારની ગોબરધન યોજના


SHARE











મોરબી જીલ્લામાં પ્રદુષણ નિવારણ સાથે ઊર્જા સર્જન કરતી સરકારની ગોબરધન યોજના

દેશમાં વધતા જતા પ્રદુષણ નિવારણ સાથે ઊર્જા સર્જન કરતી એવી સરકારની સહાયક ગોબરધન યોજનાથી લોકોને માત્ર ઈંધણ જ નહિ પરંતુ ખેડૂતોને ખેત ઉત્પાદનમાં મદદરૂપ એવું  પોષક યુક્ત ખાતર પણ મળી રહે છે.

 આ યોજના હેઠળ બાયોગેસ પ્લાન્ટમાં એક તરફથી છાણ નાખવામાં આવે છે. આ છાણમાં કુદરતી રીતે ગેસ ઉત્પન થાય છે. જેનો બળતણ તરીકે ઉપયોગ કરી શકાય છે. જ્યારે ગોબરગેસ પ્લાન્ટની બીજી તરફથી નીકળતા વેસ્ટનો ખાતર તરીકે ઉપયોગ કરી વેસ્ટ માંથી બેસ્ટનો આદર્શ રીતે ઉપયોગ કરી શકાય છે. ગોબરધન યોજનાનો લાભ મેળવી વાંકાનેર તાલુકાના ગારીડા ગામના ફાતમાબેન ઈનુસભાઈ માથકિયા જણાવે છે કે, “આ ગોબરગેસ પ્લાન્ટ અમે છ મહિના પહેલા પ્રસ્થાપિત કર્યો હતો. આ બાયોગેસથી અમારે ખૂબ સારું છે. આ ગોબર ગેસ પ્લાન્ટથી મહિને બે બાટલા જેટલો ગેસ વિનામૂલ્યે જ મળી રહે છે. ઉપરાંત પ્લાન્ટમાંથી નીકળતા વેસ્ટનો પણ ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે. આ બાયોગેસના ઉપયોગથી રસોઈ પણ સ્વાદિષ્ટ  બને છે. આ ગોબરધન યોજના અંતર્ગત અમે ૫ હજારનો ફાળો આપ્યો છે જ્યારે સરકાર દ્વારા ૧૨ હજારની સહાય ચુકવવામાં આવી છે. અમને પ્રજા હિતની આ ગોબરધન યોજનાનો લાભ આપવા માટે સરકારનો ખૂબ આભાર...






Latest News