ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની પી.જી. પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ મુન્દ્રા ખાતે અદાણી ગૃપ ઓફ કંપનીની મુલાકાત લીધી


SHARE











મોરબીની પી.જી. પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ મુન્દ્રા ખાતે અદાણી ગૃપ ઓફ કંપનીની મુલાકાત લીધી

હાલ નવા એડમિસન મેળવેલ કોલેજ પ્રથમ વર્ષ ના વિદ્યાર્થીઓને [NEP-2020] અંતર્ગત નવો સિલેબસ આવવાનો હોવાથી કોલેજ શરૂ નથી થઇ શકી ત્યારે આ સમયનો સદુપયોગ કરતા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં સતત પ્રયત્નશીલ રહેતી એવી મોરબીની નંબર વન પી.જી. પટેલ કોલેજમાં બીબીએ સેમ-૧ મેનેજમેંટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે મુન્દ્રા પોર્ટ ખાતે પ્રોજેક્ટ ઉડાન અંતર્ગત ઔદ્યોગિક મુલાકાતનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાતમાં અદાણી કંપનીના કોઓર્ડીનેટર દ્વારા વિદ્યાર્થીઓને મુન્દ્રા પોર્ટ, અદાણી પાવર અને અદાણી વિલમર જેવી મોટી કંપનીઓની મુલાકાત કરાવવામાં આવી હતી અને તમામ પ્રેક્ટીકલ અને વ્યવહારુ જ્ઞાન અને માહિતી આપવામાં આવી હતી. આ મુલાકાત અંતર્ગત વિદ્યાર્થીઓમાં વ્યવહારુ અને પ્રેક્ટીકલ જ્ઞાનનો વિકાસ થાય, મેનેજમેન્ટના સિદ્ધાંતોથી અવગત બને અને ભવિષ્યમાં એક સફળ ઉદ્યોગ સાહસિક કે સફળ સંચાલક બને તેવા ઊમદા  હેતુથી આ‌ ઔદ્યોગિક મુલાકાત મનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ તમામ પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને જરૂરી એવી તમામ માહિતી મેળવી હતી. આ ઔદ્યોગિક મુલાકાતમાં પી.જી પટેલ કોલેજના હેડ ડો. હેમાંગ ઠાકર, પ્રોફેસર દર્શીની મહેતા અને પ્રોફેસર દીપ મણીયાર વિદ્યાર્થીઓ સાથે જોડાયા હતા






Latest News