ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં સગીરાનો સતત પીછો કરી અપહરણ કરી જનાર આરોપી સામે ગુનો નોંધાતા, ગણતરીના કલાકોમાં ધરપકડ


SHARE











મોરબીમાં સગીરાનો સતત પીછો કરી અપહરણ કરી જનાર આરોપી સામે ગુનો નોંધાતા, ગણતરીના કલાકોમાં ધરપકડ

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રોહીદાસપરામાં રહેતા એક પરિવારની સગીર વયની દીકરી ઘરની બહાર નીકળે ત્યારે તેણીનો સતત પીછો કરીને તેણીનું અપહરણ કરીને લઈ જવામાં આવી હતી અને બાદમાં પરત તેના ઘર પાસે મૂકી ગયેલ છે જેથી કરીને હાલમાં સગીરાના પરિવારજન દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને ગણતરીના કલાકોમાં આરોપીને પકડીને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ રોહીદાસપરા વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરી પોતાના ઘરેથી કોઈપણ કામકાજે બહાર નીકળે ત્યારે તેની પાછળ પાછળ આંટાફેરા કરીને તેની છેડતી કરવામાં આવતી હતી અને તેણીનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી હાલમાં ભોગ બનેલ સગીરાના પરિવારજન દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મૂળ વાવડીનો રહેવાસી અને હાલમાં મોરબીના રોહીદાસપરા વીસીપરા વિસ્તારમાં રહેતા અશ્વિન ડાયાભાઇ કાટિયા (ઉમર ૨૦) નામના શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં ફરિયાદી જણાવ્યું છે કે, તેમના પરીવારની સગીર વયની દીકરી જયારે કામ સબબ ઘરની બહાર નીકળે ત્યારે આરોપી તેણીનો પીછો કરતો હતો તેમજ સગીરાની માતા સાથે ઝપાઝપી કરી હતી.તેમજ સગીરા હોવાનું જાણતો હોવા છતાં સગીરાનું અપહરણ કરીને લઈ ગયો હતો અને ત્યારબાદ તેણીને પરત ઘર નજીક મૂકીને ભાગી ગયો હતો.જેથી કરીને હાલમાં ભોગ બનેલ સગીરાના પરિવારજન દ્વારા ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૩૬૩(અપહરણ), ૩૨૩(મારામારી), ૩૫૪ (છેડતી) અને પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપી અશ્વીન કાટીયાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લીધી છે જેના આગળની રાબેતા મુજબની તપાસ પીઆઇ દેકાવાડીયા દ્રારા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના અમરાપર ગામે માવતરને ત્યાં આવેલા વર્ષાબેન ભાવેશભાઈ ચૌહાણ (ઉમર ૨૭) નામની પરણીતાને માવતરના ઘરે હતી ત્યારે ઉલ્ટીઓ થવા લાગી હતી અને મો માંથી ફીણ નીકળવા લાગ્યા હતા જેથી કરીને તેણીને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અર્જુનસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.હાલ પરણીતા બેભાન હોય તેના ભાનમાં આવ્યા બાદ આગળ નિવેદન નોંધીને તપાસ આગળ ચલાવવામાં આવશે તે જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલની પાસે વાહન અકસ્માત બનાવ બન્યો હતો જેમાં દિપક શ્રીમોહનલાલ તિવારી (૩૪) રહે.લખધીરપુર રોડ ચોકડી પાસે વાંકાનેર હાઇવે વાળાને ઇજાઓ થતા સિવિલ ખાતે સારવાર માટે લઈ જવાયો હતો હાલ બી ડિવિઝન પોલીસ મથકના વી.કે.ચાવડા દ્વારા આ બનાવની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.






Latest News