ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં બી ડિવિઝન સામે ઓફિસમાં જુગાર રમતા ચાર પકડાયા, એકની શોધખોળ


SHARE











મોરબીમાં બી ડિવિઝન સામે ઓફિસમાં જુગાર રમતા ચાર પકડાયા, એકની શોધખોળ

મોરબી સીટી બી ડીવી વિસ્તારમાં આવેલ ઓફીસમાં જુગાર રમતા હોવાની એલસીબીની ટીમને બાતમી મળી હતી જેના આધારે પોલીસે રેડ કરીને ચાર જુગારીની રોકડા ૫૨,૦૦૦ સાથે ધરપકડ કરેલ છે જો કે. એક આરોપી નાસી ગયો હોય તેને પકડવા માટે તજવીજ ચાલુ છે

મોરબી એલ.સી.બી.ના રામભાઇ મંઢ, ભરતસિંહ ડાભી, ભગીરથસિંહ ઝાલા, વિક્રમભાઇ રાઠોડને હકીકત મળેલ કે, મુકેશભાઇ જેરામભાઇ રાંકજાની કબ્જા ભોગવટા વાળી મહેન્દ્રનગર સમપર્ણ હોસ્પીટલની સામે આવેલ કોમ્પલેક્ષમાં પ્રથમ માળે ઓફીસ છે ત્યાં બહારથી માણસો બોલાવીને જુગાર રમે છે જેથી કરીને પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે મુકેશ જેરામભાઇ રાંકજા રહે. સરસ્વતી સોસાયટી મોરબી, રમેશભાઇ મોહનભાઇ માલકીયા રહે. ગારીયા તાલુકો વાંકાનેર, હસખુમભાઇ બાબુભાઇ ધુમલીયા રહે. પંચાસર રોડ રૂષભપાર્ક સોસાયટી મોરબી અને હર્ષદભાઇ ગોરધનભાઇ થડોદા રહે. મહેન્દ્રનગર પીપળવાસ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને પોલીસે જોઈને નાસજી ગયેલ જુગારી મહેશભાઇ પટેલ રહે. પંચાસર રોડ મોરબી વાળાની સામે ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે આ આરોપીઓ પાસેથી પોલીસે રોકડા ૫૨,૦૦૦ કબજે કરેલ છે અને બી ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News