ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ઉટબેટ સામપર ગામે ભેંસે ખેતરમાં નુકશાન કરતાં યુવાનને જાહેરમાં હડધૂત કરી લાફા ઝીકયા


SHARE











મોરબીના ઉટબેટ સામપર ગામે ભેંસે ખેતરમાં નુકશાન કરતાં યુવાનને જાહેરમાં હડધૂત કરી લાફા ઝીકયા

મોરબી તાલુકાના ઉટબેટ સામપર ગામે રહેતા યુવાનની ભેંસ ગામના પાદરમાં આવેલ ખેતરમાં ઘૂસી ગઈ હતી જેથી કરીને નુકસાની કરેલ છે તે બાબતનો ખાર રાખીને તેની સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને મૂઢમાર મારીને ઝાપટો મારવામાં આવી હતી જેથી કરીને યુવાન દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે એટ્રોસિટી સાહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઉટબેટ સામપર ગામે રહેતા કાંતિભાઈ મલાભાઇ ચાવડા (૪૬)એ હાલમાં નટવરભાઈ ધરમશીભાઈ પરમારની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેની ભેસ ગઈકાલે નટવરભાઈ ધરમશીભાઈ પરમારના ગામના પાદરમાં આવેલ ખેતરમાં ગઈ હતી અને ત્યાં નુકસાન કરેલ છે તે બાબતનો ખાર રાખીને આરોપીએ ગ્રામ પંચાયત કચેરી પાસે ફરિયાદી યુવાનને જાહેરમાં બોલાચાલી કરીને ઝઘડો કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને ગાળો આપી હતી અને મૂઢમાર માર્યો હતો તેમજ ગાલ ઉપર લાફા માર્યા હતા જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે 

યુવાનનું મોત

મોરબી નજીકના રંગપર ગામ પાસે આવેલ આઈ ટાઇલ્સ કારખાનામાં રહેતા સચિન સનારામભાઈ ગોપ (૧૮) નામના મૂળ ઝારખંડના રહેવાસી યુવાનને બીમારી સબબ ખાનગી હોસ્પિટલમાં લઈને આવતા ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News