ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની યુવા ટીમની જાહેરાત કરાઇ


SHARE











મોરબી જિલ્લાના અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની યુવા ટીમની જાહેરાત કરાઇ

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ મોરબી જીલ્લા તથા મોરબી જીલ્લાના પાંચેય તાલુકાની યુવા પાંખની રચના કરવામાં આવી છે ત્યારે યુવા પાંખના પ્રદેશ પ્રમુખ દિગ્વિજયસિંહજી ઝાલા, મહામંત્રી રૂપેન્દ્રસિંહ ઝાલા, પ્રદેશ એડવાઈઝરી કમિટીનાં મેમ્બર અક્ષિતસિંહ જાડેજા, રાજકોટ જિલ્લા યુવા પાંખના પ્રમુખ હિતેન્દ્રસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મોરબી જીલ્લા યુવા પાંખના પ્રમુખ તરીકે ઓમદેવસિંહ જાડેજા, મોરબી તાલુકા યુવા પાંખના પ્રમુખ દિવ્યરજસિંહ જાડેજા, માળીયા તાલુકા યુવા પાંખના પ્રમુખ ભગીરથસિંહ જાડેજા, ટંકારા તાલુકા યુવા પાંખના પ્રમુખ જયદીપસિંહ ઝાલા, વાંકાનેર તાલુકા યુવા પાંખના પ્રમુખ કૃષ્ણસિંહ ઝાલા, હળવદ તાલુકા યુવા પાંખના પ્રમુખ તરીકે યશરાજસિંહ રાણા ની વરણી કરવામાં આવેલ છે આ તકે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મહામંત્રી નીરુભા ઝાલા, જીલ્લા પ્રમુખ જયવંતસિંહ જાડેજા, મહામંત્રી રાજવીરસિંહ સરવૈયા, મહેન્દ્રસિંહજી ઝાલા (રંગપર), મોરબી મહિલા સંઘના પ્રમુખ બાશ્રી જયશ્રિબા ઝાલા, યુવાસંઘના સિનિયર મહામંત્રી જયેન્દ્રસિંહ જાડેજા, માળીયા પ્રમુખ વનરાજસિંહ જાડેજા, હળવદ પ્રમુખ વિજયસિંહ ઝાલા, વાંકાનેર પ્રમુખ રાજભા જાડેજા, ટંકારા તાલુકાના પ્રભારી રૂપસિંહ ઝાલા, ભરતસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. અને નીરુભા ઝાલાએ યુવાસંઘની કાર્યપ્રણાલી અને સમાજ ઉપયોગી કાર્ય વિશે વાત કરી. આ કાર્યક્રમનું સંચાલન પ્રદેશ મંત્રી મહાવીરસિંહ ઝાલા (સરધારકા)એ કર્યું હતું.






Latest News