ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૩ ડેમનો એક દરવાજો હાલમાં અડધો ફૂટ ખુલ્લો


SHARE











મોરબીના મચ્છુ-૩ ડેમનો એક દરવાજો હાલમાં અડધો ફૂટ ખુલ્લો

મોરબી જીલ્લામાં શનિવારે સારો વરસાદ થયો હતો અને હાલમાં મચ્છુ નદીમાં પાણીની આવક સારી છે ત્યારે મોરબી નજીકના મચ્છુ-૩ ડેમના એક દરવાજાને હાલમાં અડધો ફૂટ ખોલવામાં આવ્યા છે અને આ ડેમની નીચેના ભાગમાં આવતા મોરબી અને માળીયા તાલુકાનાં ૨૦ ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા

મોરબી તાલુકાનાં સાદુળકા ગામ પાસે આવેલ સિંચાઈ યોજના મચ્છુ-૩ ડેમમાંથી છેલ્લા ઘણા દિવસોથી રૂલ લેવલ જાળવવા માટે ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે અને ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે જો કે, શનિવારે મોરબીમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેથી કરીને મચ્છુ નદી મારફતે હાલમાં મચ્છુ-૩ ડેમમાં પાણીની આવક વધવા લાગી છે ત્યારી ડેમના એક દરવાજાને બે ફૂટ ખુલ્લા રાખીને હાલમાં મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ ૧૬૭૬ કયુસેક પાણીની આવકની સામે ડેમમાંથી ૧૬૭૬ કયુસેક પાણીની જાવક કરવામાં આવી હતી જો કે, આજે સવારે નવ વાગ્યા અધિકારીની સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, ડેમના એક દરવાજાને હાલમાં અડધો ફૂટ ખુલ્લા રાખીને હાલમાં મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને ૪૧૭ કયુસેક પાણીની આવકની સામે ડેમમાંથી ૪૧૭ કયુસેક પાણીની જાવક કરવામાં આવી રહી છે અને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી કરીને મચ્છુ-૩ નીચેના મોરબીના ૧૧  અને માળીયાના ૯ ગામના સરપંચો સહિતના આગેવાનોને જાણ કરીને મચ્છુ નદીના પટમાં લોકોની અવર જવર ન કરવા માટે એલર્ટ કરવામાં આવેલ છે






Latest News