મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારા આર્ય વિચારને વરેલા મેહુલ કોરીંગાની યાદમાં સ્મૃતિવન બનાવવામાં આવ્યું


SHARE







ટંકારા આર્ય વિચારને વરેલા મેહુલ કોરીંગાની યાદમાં સ્મૃતિવન બનાવવામાં આવ્યું

ટંકારા તાલુકાના ભુતકોટડા ગામે ગઢવાળી મેલડી માતાના નજીક નદી કિનારે કુદરતી સૌંદર્ય વચ્ચે સોનામાં સુગંધ ભળે એમ ખેતરની જગ્યાએ ટંકારાના નાંમકિત આર્ય સમાજના પ્રખર વિદ્વાન અને સમર્થ કાર્યકર સ્મૃતિ શેષ મેહુલ કોરીંગાની યાદ કાયમ રહે તેવા ઉદ્દેશ્યથી વનીકરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વેળાએ ભૂતકોટડાના યુવા સરપંચ પંકજભાઈ, શૈલેષભાઈ,ચીમનભાઈ, વસંતભાઈ સહિતના ગામના યુવાનો તથા વડીલોના સાથ સહકાર અને શ્રમ થકી આ કાર્ય સફળ બનશે. આર્ય વિદ્યાલયના પ્રમુખ માવજીભાઈ દલસાણીયા દ્વારા આર્થિક યોગદાન આપી મેહુલ સ્મૃતિવન બનાવવામાં આવેલ છે. અને મેહુલભાઈની સ્મૃતિ કાયમ રહે એટલે મીઠાભાઈ તથા તેમના પરિવાર દ્રારા આ જગ્યા પણ આપવામાં આવી છે. આ વન થકી નદી કિનારે પ્રકુતીનો  શણગાર આગામી દિવસોમાં શોભાયમાન બનશે અને વરસાદી પાણી થી થતું નદી કિનારાનુ ધોવાણ અટકશે તેવી લાગણી વ્યકત કરી છે






Latest News