ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી નજીક રેલ્વે ટ્રેક પાસે કુદરતી હાજતે ગયેલ યુવાન ટ્રેનની હડફેટે ચડી જતાં મોત


SHARE











 

મોરબી નજીક રેલ્વે ટ્રેક પાસે કુદરતી હાજતે ગયેલ યુવાન ટ્રેનની હડફેટે ચડી જતાં મોત

મોરબી નજીકના લાલપર ગામ પાસે રેલ્વે ટ્રેકની બાજુમાં આવેલ કોરલ ગ્રેનાઈટો કારખાનામાં રહીને ત્યાં મજૂરી કામ કરતો યુવાન કુદરતી હાજીતે રેલવે ટ્રેક તરફ ગયો હતો ત્યારે ટ્રેનની ઝડપે આવી જતા તેને પગમાં અને થાપાના ભાગે ગંભીર થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનનું મોત નિમજ્યું હતું અને આ બનાવ અંગેની તેની સાથે કામ કરતાં શ્રમિક દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઓરિસ્સાનો રહેવાસી અને હાલમાં મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર લાલપરની પાછળના ભાગમાં રેલ્વે ટ્રેકની બાજુમાં આવેલ કોરલ ગ્રેનાઈટો કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતો અને ત્યાં કામ કરતો સુભાષભાઈ સીબાભાઈ બાધ (૨૩) કુદરતી હાજતે કોરલ કારખાનાની સામેના ભાગમાં આવેલ રેલવે ટ્રેકના પાટા ઉપરથી જતો હતો ત્યારે અકસ્માતે ટ્રેનની ઝડપે ચડી ગયો હતો જેથી તેને પગમાં અને બંને થાપામાં ગંભીર ઈજા થઈ હતી અને સુભાષભાઈ બાધનું મોત નીપજ્યું હતું આ બનાવ અંગેની અશ્રુજીતભાઈ ઉર્ફે અનિલભાઈ બંકોભાઈ ઓરામ (૪૦) રહે. મૂળ ઓરિસ્સા હાલ રહે કોરલ ગ્રેનાઈટો કારખાના વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબી તાલુકાના બેલા (જેતપર) ગામે આવેલા ખોખરા હનુમાન મંદિર વાળા રસ્તે આવેલ સેલ્ફી સિરામિક નામના કારખાનાના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા મગનભાઈ જગમાલભાઈ દેસાઈ નામના ૨૫ વર્ષના યુવાનને કારખાના નજીક મારામારીના બનાવવામાં ઇજાઓ પહોંચી હતી જેથી તેને સિવિલે સારવાર માટે લઈ જવાયો હતો બનાવ સંદર્ભે તે બીટ વિસ્તારના જમાદાર ફિરોજભાઈ સુમરા દ્વારા નોંધ કરી આગળની તજવીજ ચલાવવામાં આવી રહી છે જ્યારે મારામારીનો બીજો બનાવ મોરબીના નવલખી રોડ ઉપર આવેલા રણછોડનગરમાં બન્યો હતો જેમાં ઘર પાસે થયેલ મારામારીના બનાવવામાં રવિ સવજીભાઈ સાવલિયા નામના ૩૧ વર્ષના યુવાનને પણ ઇજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો જેથી સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસને જાણ કરાતા બી ડિવિઝન પોલીસ મથકના વી.ડી. મેતા દ્વારા આ મારામારીના બનાવની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.






Latest News