ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપર-માળીયાના ઘંટીલા ગામે જુગારની બે રેડ: ૧૧ જુગારી પકડાયા


SHARE











મોરબીના ત્રાજપર-માળીયાના ઘંટીલા ગામે જુગારની બે રેડ: ૧૧ જુગારી પકડાયા

મોરબીના ત્રાજપર વિસ્તારમાં આંગણવાડીની પાછળના ભાગમાં તથા માળિયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે મંદિરની સામેના ભાગમાં જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને ૧૧ જુગારીઓ ઝડપાયા હતા જેથી પોલીસે તેઓની પાસેથી ૨૩૨૫૦ ની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ખારીમાં આંગણવાડીની પાછળના ભાગમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે શૈલેષભાઈ દેવજીભાઈ મામેજા (૨૮), ચંદુભાઈ ગોવિંદભાઈ બારૈયા (૫૦), સંજયભાઈ ધનજીભાઈ ગણેશીયા (૨૮), રવજીભાઈ બાબુભાઈ મકવાણા (૫૫) અને મેહુલભાઈ દેવજીભાઈ પરમાર (૩૫) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૦૭૫૦ ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

માળીયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે શક્તિ પ્લોટમાં મંદિરની સામેના ભાગમાં ખુલ્લા પ્લોટમાં જુગાર રમતા હોવાની હકીકત સ્થાનિક પોલીસને મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર બચુભાઈ વેલજીભાઈ થરેસા (૫૦), ભીમજીભાઇ અમરશીભાઈ અગેચાણીયા (૬૨), કરસનભાઈ હેમુભાઇ સુરાણી (૪૫), દુર્લભજીભાઈ સનાભાઈ ઝીંઝુવાડીયા (૪૮)દલસુખભાઈ નાથાભાઈ ધોરકડીયા (૩૦) અને વિનુભાઈ લખમણભાઇ ધોરકડિયા (૪૭) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૨૫૦૦ની રોકડ કબજે કરીને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News