ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ખેવારીયા ગામે તળાવમાં ડૂબી ગયેલ વ્યક્તિની ૩૨ કલાકે પાણીમાંથી લાશ મળી


SHARE











મોરબીના ખેવારીયા ગામે તળાવમાં ડૂબી ગયેલ વ્યક્તિની ૩૨ કલાકે પાણીમાંથી લાશ મળી

મોરબીના રવાપર રોડે આવેલ કાલિકા પ્લોટમાં આવેલ પરસોતમ ચોક પાસે રહેતા રફિકભાઈ હુશેનભાઈ શેખ (૪૫) તેની પત્ની સાથે નારણકા ગામે તેના સબંધીને ઘરે જતાં હતા ત્યારે ખેવારિયા પાસે નારણકા જવાના રસ્તે શનિવારે બપોરના ત્રણ વાગ્યાના અરસામાં ખેવરિયા પાસેના કોઝવે ઉપરથી બે ફૂટ પાણી હતું તેમાંથી બાઇક લઈને પસાર થયા હતા જો કે, રફિકભાઈ હુશેનભાઈ શેખની પાસે રહેલ મોબાઈલપાકીટ સહિતનો માલ ભરેલ થેલો પાણીમાં પડ્યો હતો તેને લેવા માટે જતાં અકસ્માતે તે પાણીમાં ડૂબી ગયા હતા અને તેને બચાવવા માટે તેની પત્ની જતાં તે પણ પાણીમાં ડૂબવા લાગી હતી જો કે તેને ત્યાં રહેલા લોકોએ બચાવી લીધી હતી અને આ બનાવની મોરબી પાલિકાના ફાયર વિભાગની ટીમ કવાયત કરી હતી જેથી મોરબી પાલિકાની ટીમ પાણીમાં શોધખોળ કરી રહી હતી તે ઉપરાંત ગઇકાલે બપોર પછી રાજકોટ ફાયર વિભાગની ટીમને બોલાવવામાં આવી હતી અને મોરબી તેમજ રાજકોટની ટીમ દ્વારા રફિકભાઈને શોધવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી દરમ્યાન રાતના ૧૨ વાગ્યે પાણીમાંથી રફીકભાઈની લાશ મળી આવી હતી આમ ૩૨ કલાક સુધી ફાયરની ટીમે મહેનત કરી ત્યારે તળાવના પાણીમાં ડૂબી ગયેલા રફિકભાઈ હુશેનભાઈ શેખની બોડી પાણીમાંથી મળી આવતા મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરલે છે






Latest News