ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં દિકરીને અપશુકન માનીને ઘરમાંથી કાઢી મૂકતાં માં-બાપને માવતરની સમજ આપતી ૧૮૧ ની ટીમ


SHARE











મોરબીમાં દિકરીને અપશુકન માનીને ઘરમાંથી કાઢી મૂકતાં માં-બાપને માવતરની સમજ આપતી ૧૮૧ ની ટીમ

ભારત દેશમાં આઝાદીમા ૭૫ વર્ષ બાદ હજુ પણ ગામડાંઓના વિસ્તારોમાં અંધશ્રદ્ધા પ્રચલિત જોવા મળે છે.આવો જ એક કિસ્સો મોરબી પંથકમાં બન્યો હચો જેમાં રાત સમયમાં મોરબીના એક ગામડામાંથી સરપંચનો ફોન આવેલ કે એક નાની દીકરીને તેના માતા-પિતા મારપીટ કરે છે.જમવાનું આપતા નથી અને ઘરમાં રાખતા નથી તો તેની મદદ કરવા માટે આવો એટલી વાત મળતા મોરબી ૧૮૧ ટીમના કાઉન્સિલર જીનલબેન અને કોન્સ્ટેબલ જયોત્સનાબેન સ્થળ ઉપર ગયા હતા.

ત્યાં ગયા બાદ જાણવા મળેલ કે દીકરીની ઉંમર તો ફક્ત છ વર્ષની જ છે અને તેના માતા-પિતા તેને રાખવા માટે ના પાડે છે.વધુમાં ગામના લોકો પાસેથી જાણવા મળેલ કે તેણીના માતા-પિતા અંધશ્રદ્ધામાં વધુ માને છે દીકરીનો જન્મ કાળી ચૌદસના દિવસે થયેલ જે દિવસને તેઓ ખરાબ માને છે અને વધુમાં તે દીકરીના જન્મના ૧૫ દિવસ પછી દીકરીની માતાને મોંઢાનું કેન્સર થયેલ એટલે તે લોકો માને છે કે આ દીકરીના પગલાં ઘરમાં પડવાથી તેમના જીવનમાં મુશ્કેલી આવેલ છે.એટલું સાંભળતા જ ૧૮૧ ની ટીમે દીકરીના માતા-પિતાને મળીને દીકરીને ન રાખવાનું કારણ પૂછ્યું તો  તેમને જણાવેલ કે દીકરી અમારી વાત નથી માનતી અને આ દીકરી કાળી ચૌદસના દિવસ જન્મી છે.તો ૧૮૧ ની ટીમે તેમને સમજાવેલ છે જન્મ અને મુત્યુ કોઈના હાથમાં નથી હોતુ અને આ તમારી દીકરી હજુ છ વર્ષની છે તો તમારી બધી વાતો કઈ રીતે માનશે? અને કાળી ચૌદસના દિવસે જન્મેલા કોઈ માણસો કોઈની જિંદગીમાં કાળ લઈને નથી આવતા અને તમે ગુટકા અને માવો ખાવ છો તો તમારે મોઢાનું કેન્સર જ થવાનું છે.તો તમે બધો આક્ષેપ દીકરી ઉપર ન નાંખો અને આવી ખોટી અંધશ્રદ્ધામાં રહેવાની જરૂર નથી હવે પછી તમારી દીકરી પર કોઈ પણ પ્રકારનો અત્યાચાર થવો જોઈએ નહિ અને દીકરીને સ્કૂલમાં ભણવા માટે મોકલજો આવી રીત તે દીકરીના માતા-પિતાનું કાઉન્સેલીંગ કરીને સમજાવેલ.આમ ૧૮૧ ની ટીમે દીકરીની જિંદગી સુધારવાનો પ્રયત્ન કરેલ અને માં-બાપની ફરજ ભૂલી ગયેલા માં-બાપને તેમની ફરજ યાદ અપાવેલ.આવી રીતે મોરબી ૧૮૧ ટીમે સહાનીય કામગીરી કરી હતી






Latest News