ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

રાજ્યસભાની એક બેઠક માલધારી સમાજને આપવા મોરબી માલધારી સમાજના આગેવાનની માંગ


SHARE











રાજ્યસભાની એક બેઠક માલધારી સમાજને આપવા મોરબી માલધારી સમાજના આગેવાનની માંગ

વર્ષોથી ભાજપ સાથે રહેલ માલધારી સમાજ અને તેનાં આગેવાનોએ માલધારી સમાજ માટે રાજ્યસભાની બેઠક ફાળવવા ભાજપ  મોવડી મંડળ પાસે માગણી કરવી જોઇએ તેવી મોરબીમાં રહેતા માલધારી સમાજના આગેવાન દ્વારા માંગ કરવામાં આવી છે. 

ગુજરાત રાજ્યમાં ખાલી પડેલ રાજ્યસભાની ૩ બેઠક પર ભાજપ પક્ષ એક બેઠક માલધારી સમાજને આપે તેવી રજૂઆત  આગેવાનોએ  સમાજ માટે  કરવી  જોઈએ તેવી લાગણી મોરબીમાં રહેતા માલધારી સમાજના આગેવાન રમેશભાઈ રબારી દ્વારા કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ઘણા વરસોથી માલધારી સમાજ ભાજપ પક્ષ સાથે જોડાયેલ છે હર હંમેશ  નાની મોટી ચૂંટણીમાં ભાજપ પક્ષના ઉમેદવારની તરફેણમાં મતદાન કરી વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા  માલધારી સમાજ  દ્વારા બજાવવામાં આવેલ છે ત્યારે ભાજપ મોવડી મંડળ પાસે સમાજના આગેવાનોએ  ખાલી પડેલ ૩ રાજ્યસભાની બેઠકમાંથી એક બેઠક ઉપર માલધારી સમાજ ને ફળવવા માટે માંગણી કરવી જોઈએ અગાઉના સમયમાં કોગ્રેસ પક્ષ દ્વારા માલધારી સમાજને રાજ્ય  સભાની એક બેઠક ફાળવેલ આવેલ હતી અને વર્ષોથી માલધારી સમાજ ભાજપ પક્ષ  સાથે જોડાયેલ છે ત્યારે સમાજ માટે  ભાજપના મોવડી મંડળ પાસે રાજ્ય સભાની  એક બેઠક ફાળવવા માટે  રજૂઆત કરવામાં આવે અને સમાજને ન્યાય અપાવવામાં આવે તેવી માલધારી સમાજની લાગણી અને માંગણી છે અને જો સમાજને રાજ્ય સભાની બેઠક ફાળવવામાં નહિ આવે તો આવનાર લોકસભા ચૂંટણીના સમયે માલધારી સમાજને વિચારવું પડશે માટે માલધારી સમાજને ન્યાય આપવા રાજ્ય સભાની એક  બેઠક આપવાની રજૂઆત ભાજપના મોવડી મંડળને કરવી જોઇએ તેવું રમેશભાઈ રબારીએ જણાવ્યુ છે.






Latest News