ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મહારાષ્ટ્રના જલગાવમાંથી અપહરણ કરવામાં આવેલ સગીરા આરોપી સાથે મોરબીમાંથી મળી આવી


SHARE











મહારાષ્ટ્રના જલગાવમાંથી અપહરણ કરવામાં આવેલ સગીરા આરોપી સાથે મોરબીમાંથી મળી આવી

મોરબી જિલ્લામાં અનેક નાના-મોટા કારખાનાઓ આવેલ છે અને તેમાં મોટી સંખ્યામાં પ્રરપ્રાંતિય મજૂરો મજૂરી કામ કરતા હોય છે પરંતુ અહીં કોઈપણ જાતના મજૂરોને લગતા કાયદાઓનું ટુસ્તપણે પાલન કરવામાં આવતુ ન હોય અને કોઈ રજીસ્ટર મેન્ટેન કરવામાં આવતા ન હોય કોઈપણ વ્યક્તિ ક્યાંયથી પણ ગુનો આચરીને મોરબીમાં આવી અહીંના કારખાનાઓમાં કામ ધંધે લાગી જાય છે અને તે યુનીટોની ઓરડીમાં રહેતા હોય છે.અનેક રાજ્યની પોલીસ મોરબી ખાતે આવે છે અને તે વિસ્તારમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ મોરબીમાંથી પકડાય છે.

આવો જ એક વધુ બનાવ સામે આવ્યો હતો જેમાં મહારાષ્ટ્રના જલગાવ જિલ્લાના અમલનેરૂ પોલીસ સ્ટેશન વિસ્તારના પીએસઆઇ ભૈયાજી દેશમુખ બાતમીના આધારે મોરબી આવ્યા હતા અને ત્યાં તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અપહરણ કરવામાં આવેલ ૧૪ વર્ષીય સગીરા આરોપી સાથે મોરબી હોવાની બાતમી મળતા અહીં સ્થાનિક તાલુકા પોલીસને સાથે રાખીને મોરબી તાલુકાના ઘુંટુ ગામે તપાસ કરવામાં આવતા ત્યાંથી ભોગ બનેલ સગીરા આરોપી વિજય બટુકભાઈ નામના ઇસમની સાથે મળી આવતા હાલ બંનેને હસ્તગત કરી તપાસના કામે મહારાષ્ટ્ર લઈ જવામાં આવ્યા હોવાનું મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

બાળકનું મોત

મોરબી તાલુકાના તળાવિયા (શનાળા) ગામે સીમ વિસ્તારમાં બેચરભાઈ વાલજીભાઈની વાડીએ રહીને કામકાજ કરતા પરિવારનો રોહિત જીતેન્દ્રભાઈ ભુરીયા નામનો પાંચ વર્ષનો બાળક વાડીમાં ખેત તલાવડીમાં ડૂબી ગયો હતો અને જેથી તેનું મોત નિપજતા ડેડબોડીને સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યું હતું જેથી બનાવ સંદર્ભે જાણ થતા તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી રહી છે.

યુવાન સારવારમાં

મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ નેહા સીરામીકમાં કામ દરમિયાન કોઈ જનાવર કરડી જતા અલસિંગ હુન્તાભાઈ ભૈયડીયા નામના ૨૭ વર્ષના યુવાનને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.જેથી તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા નોંધ કરીને આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે






Latest News