ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા રણછોડનગર  હનુમાનજી મંદિર ખાતે બટુક ભોજન કરવામાં આવ્યું


SHARE











લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા રણછોડનગર  હનુમાનજી મંદિર ખાતે બટુક ભોજન કરવામાં આવ્યું

લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા રણછોડ નગર હનુમાનજી મંદિરના પટાંગણમાં બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતુ.લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા હર હંમેશ અનેક  સેવાના પ્રોજેક્ટ કરવામાં આવતા હોય છે ત્યારે નવલખી રોડ ઉપરના રણછોડનગર ખાતે આવેલ સાંઈ મંદિર તેમજ હનુમાનજી મંદિરના પટાંગણમાં રણછોડનગર વિસ્તારના બાળકો અને  પરિવારના આશરે ૩૫૦ નાનામોટાઓને સાંજનું ભોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીના સૌજન્યથી તથા સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ વાઈસ ગવર્નરના સહયોગથી  કરાવવામાં આવ્યું હતુ.આ તકે ઉપસ્થિત મોરબી સિટીના પ્રમુખ કેશુભાઈ દેત્રોજા, લાયન્સ  ઇન્ટરનેશનલના સૌરાષ્ટ્ર કચ્છનાં પ્રથમ વાઈસ ગવર્નર રમેશભાઈ રૂપાલા તેમજ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ લોરીયા, સેક્રેટરી ટી.સી.ફુલતરીયા, ખજાનચી મણિલાલ કાવર, પ્રાણજીવનભાઈ રંગપડીયા, મહાદેવભાઈ ચીખલીયા, મહાદેવભાઈ ઉટવાડીયા તેમજ નાનજીભાઈ મોરડીયા અને મંદિરના મહંત બાબુભાઈએ બાળકોને તેમજ દરેકને ભોજન પીરસ્યુ હતુ.






Latest News