ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબીમાં જુદીજુદી બે જગ્યાએથી દારૂની ૧૨૫ બોટલ સાથે ત્રણ શખ્સ પકડાયા


SHARE











મોરબીમાં જુદીજુદી બે જગ્યાએથી દારૂની ૧૨૫ બોટલ સાથે ત્રણ શખ્સ પકડાયા

મોરબીના માધાપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં તેમજ મહેન્દ્રનગર ચોકડી પાસે દારૂની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી અને ત્યારે દારૂની નાની કુલ મળીને ૧૨૫ બોટલો મળી આવતા પોલીસે દારૂના જથ્થા સાથે કુલ મળીને ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી અને તેની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુદા જુદા બે ગુના નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

મોરબીના માધાપર શેરી નં-૨૨ માં રહેતા દશરથસિંહ વનરાજસિંહ ઝાલાના ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા તેના ઘરની અંદર દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની ૫૫ બોટલો મળી આવી હોય પોલીસે ૫૫૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી દશરથસિંહ વનરાજસિંહ ઝાલા જાતે દરબાર (૨૧) રહે. માધાપર શેરી નં-૨૨ મોરબી તથા જીગ્નેશભાઈ રૈયાભાઈ ટોટા જાતે ભરવાડ (૨૬) રહે. નવલખી રોડ ન્યુ રેલ્વે સ્ટેશન પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રબીની મહેન્દ્રનગર ચોકડીથી ઘૂટું બાજુ રોડ ઉપર કેસરી પાનની સામેથી હાથમાં થેલો લઈને એક શખ્સ પસાર થઈ રહ્યો હતો ત્યારે પોલીસે તેને રોકીને તેની પાસે રહેલ થેલાને ચેક કર્યો હતો ત્યારે તેમાંથી દારૂની નાની ૭૦ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૭૦૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો સાથે ફિરોજભાઈ અલ્યાસભાઈ હિંગળાજિયા જાતે સંધિ (૪૪) રહે. કૂડા ફાટક પાસે ઝાંગસર તળાવ ધાંગધ્રા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલે તે કોની પાસેથી લાવ્યો હતો તે દિશામાં મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News