ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબીમાં ગેંગ કેસના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE











મોરબીમાં ગેંગ કેસના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારની અંદર વાહન ચોરીની ઘટનાઓ બનતી હોય છે ત્યારે આ વાહન ચોરીની ઘટનાને ધ્યાને રાખીને ગેંગ કેસ કરવામાં આવ્યો હતો જેમાં એ ડિવિઝન પોલીસે હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેર અને જિલ્લાના જુદા જુદા વિસ્તારની અંદર વાહન ચોરીની ઘટનાઓ થોડા સમય પહેલા બની હતી ત્યારે જિલ્લા એલસીબીની ટીમે વાહન ચોર ટોળકીને ઝડપી લીધી હતી અને તેની પાસેથી દોઢ લાખની કિંમતના ચાર ચોરાઉ વાહનો કબજે કરેલ હતા ત્યાર બાદ આ આરોપીઓની સામે ગેંગ કેસ દાખલ કરવામાં આવ્યો હતો જે ગુનામાં અગાઉ પોલીસે ડાયાભાઈ અમરશીભાઈ વડેચા અને દેવજીભાઈ રમેશભાઈ કુવડીયાની ધરપકડ કરી હતી ત્યાર બાદ હાલમાં પીએસઆઈ કે.એચ. ભોચિયા દ્વારા આરોપી બાલુભાઈ દેવજીભાઇ વારિયા જાતે દેવીપૂજક (૪૫) હાલ રહે. રાજમોતી મિલની પાછળ મયૂરનગર ચુનારવાડા રાજકોટ મૂળ વારિયા તાલુકો સમી જિલ્લો પાટણ વાળાની ધરપકડ કરેલ છે અને હજુ એક આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે અને આ ગુનામાં હજુ એક આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.






Latest News