ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપના મહામંત્રીના નિવાસ સ્થાને ધારાસભ્યની હાજરીમાં ટિફિન બેઠક યોજાઇ


SHARE











મોરબી જિલ્લા ભાજપના મહામંત્રીના નિવાસ સ્થાને ધારાસભ્યની હાજરીમાં ટિફિન બેઠક યોજાઇ

મોરબી શહેરના સનાળા રોડ ઉપર રહેતા મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઈ મિયાત્રાના નિવાસસ્થાને મોરબી શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી શેર ભાજપના મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા સહિતના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા અને ખાસ કરીને ભાજપના તમામ હોદ્દેદારો, ચારેય મંડળના કારોબારીના સભ્યો, વર્તમાન ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા સહકારી ક્ષેત્રના આગેવાન અને જુદા જુદા સેલ મોરચાના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા અને આ ટિફિન બેઠકમાં ખાસ કરીને આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે તેને ધ્યાનમાં રાખીને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવા માટે થઈને અને ભાજપ સરકાર દ્વારા છેલ્લા વર્ષોની અંદર લોક ઉપયોગી જે કોઈ કામગીરી કરવામાં આવી છે તે લોકો સુધી પહોંચાડવા માટે અને લોકોને જુદી જુદી સરકારી યોજનાનો લાભ મળે તેના માટે તેને કામગીરી કરવા માટે ટકોર પણ કરવામાં આવી હતી આ બેઠકની અંદર હાજર રહેલા કાંતિભાઈ અમૃતિયાએ આગામી સમયમાં યોજાનાર લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અત્યારથી જ કામે લાગી જવા માટે ખાસ કહ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને મિયાત્રા પરિવારના મોભી રમુભાઈ મિયાત્રા, જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા, તેના ભાઈ જશુભાઈ મિયાત્રા, ધીરુભાઈ મિયાત્રા સહિતના દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News