ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબી: આર્મી,  એરફોર્સ તથા પોલીસ ફોર્સના ઉમેદવારો માટે ૩૦ દિવસના તાલીમ વર્ગનું આયોજન


SHARE











મોરબી: આર્મી,  એરફોર્સ તથા પોલીસ ફોર્સના ઉમેદવારો માટે ૩૦ દિવસના તાલીમ વર્ગનું આયોજન

રોજગાર વિનિમય કચેરી, મોરબી દ્વારા ગુજરાતના યુવાનો આર્મી,  એરફોર્સ,  નેવી,  અર્ધ લશ્કરી દળો, પેરા મીલીટરી ફોર્સીસ તથા પોલીસ ફોર્સમાં વધુમાં વધુ પ્રમાણમાં ઉમેદવારો જોડાય તે હેતુથી આવા ઉમેદવારો(ફક્ત પુરૂષ ઉમેદવારો)ને ભરતી પૂર્વે શારીરિક ક્ષમતા માટેની નિવાસી તાલીમ (રહેવા જમવાની સગવડની સાથે) માટે ૩૦ દિવસના તાલીમ વર્ગનું આયોજન રોજગાર વિનિમય કચેરી દ્વારા કરવામાં આવનાર છે.

એપ્રિલ-૨૦૨૩માં યોજાયેલ આર્મી અગ્નિવીરની લેખિત પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારોને અગ્રિમતા આપવામાં આવશે. જે માટે અગ્નિવીરની લેખિત પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારોએ પોતાના એડમીટ કાર્ડની નકલ જમા કરાવવાની રહેશે. જેમા ઉંમર-૧૭ ૧/૨ થી ૨૩ વર્ષ, અભ્યાસ ધો.૧૨ પાસ, ઉંચાઇ ૧૬૮ સે.મી કે તેથી વધુ વજન-૫૦ કિ.ગ્રા કે તેથી વધુ, છાતી ૭૭ સે.સી (ફુલાવ્યા વગર) અને ૮૨ સે.મી.ફુલાવીને) તેમજ તબીબી રીતે ફીટ ઉમેદવારોએ પોતાના તમામ પ્રમાણપત્રો સાથે તા.૩૧/૦૭/૨૦૨૩ સુધીમાં (રજા સિવાયના દિવસો દરમિયાન) ૧૧:૦૦ થી ૫:૦૦ સુધીમાં રોજગાર વિનિમય કચેરીનો સ્વખર્ચે સંપર્ક કરવાનો રહેશે. આ અગાઉ આ કચેરી દ્વારા આયોજીત નિવાસી તાલીમમાં ભાગ લીધેલ હોય તે ઉમેદવાર પ્રવેશપાત્ર રહેશે નહી. વધુ માહિતી માટે રોજગાર વિનિમય કચેરીના હેલ્પલાઈન નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા  જિલ્લા રોજગાર અધિકારી મનિષા સાવલિયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News