ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબી શહેરના લોકોને રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માંગ


SHARE











મોરબી શહેરના લોકોને રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માંગ

મોરબીના રહેવાસી અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશનના સેક્રેટરી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને મોરબી શહેરમાં વધતા જતા ઢોરના ત્રાસને લઈને સ્થાનિક બોડી-તંત્રને જરૂરી સૂચના આપવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.અત્રે નોંધનીય છે કે મોરબી પાલિકાની તિજોરી જે તે સમયના શાસકોએ તળિયા જાટક કરી નાંખી હોય હાલ પાલિકામાં નાણાભીડ છે અને ઢોર પકડવા માટે પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી અને લોકોના જીવ પડીકે બંધાયેલા હોય આ બાબતે યોગ્ય કરવામાં આવે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવેલ છે.

વધુમાં રજૂઆત કરતા કાંતિભાઈ બાવરવાએ જણાવેલ છે કે, હાલમાં મોરબી શહેરમાં રખડતા ઢોરોનો અસહય ત્રાસ છે.નગર પાલિકા દ્વારા કોઈ કામગીરી આ બાબતે થતી હોય તેવું જણાતું નથી.નગર પાલિકાની તીજોરી ભૂતપૂર્વ બોડીએ તળિયા ઝાટક કરેલ હોવાની વાત એકવાર ધારાસભ્ય દ્વારા પણ કરવામાં આવી હોવાની વાત પણ જાહેરમાં થતી હોય છે.હાલમાં નગરપાલિકા દ્વારા કરવામાં આવતી પ્રાથમિક સુવિધાના કામો પણ યોગ્ય રીતે થતા નથી અને લોકો પોતાની ફરિયાદ લઈને નગરપાલિકામાં છાસવારે જતા હોય છે.ગત નગરપાલિકાની બોડી દ્વારા નંદીઘરમાં પણ લખલુંટ ખર્ચ કરેલ તેમ છતાં હાલમાં નંદી ઘર બંધ કરવામાં આવેલ છે.

એક બાજુ સફાઈનો અભાવ, ગટર વ્યસ્થામાં અસંખ્ય ખામીઓ, ચોમેર ગંદકી, અને શહેરમાં પાંચ હાજર કરતા પણ વધારે પાણીજન્ય રોગોના દર્દીની વચ્ચે રોડ ઉપર રખડતા ઢોરોના ડેરાથી લોકો ખુબજ પરેશાન છે.દરોજ એક બે અકસ્માતો તો ઢોરોના કારણે થાય જ છે, જો આવું જ ચાલશે તો કોઈક પોતાનો જાન પણ ગુમાવે તેવો બનાવ પણ બનવાની શક્યતાઓની વાતો લોકોમાં થઇ રહી છે.તેથી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ કાન્તિલાલ બાવરવાએ માંગણી કરેલ છે કે તાત્કાલિક અસરથી આ રખડતા ઢોરને પકડીને સુરક્ષિત જગ્યાએ તેને રાખવામાં આવે જેથી પાછા ન આવે તો આ માટે યોગ્ય આયોજન સાથે વ્યવસ્થા તાત્કાલિક કરવામાં આવે તેવી તેઓએ માંગ કરેલ છે.જો આવું નહીં કરવામાં આવે અને સંતોષકારક જવાબ નહીં મળે તો નાછૂટકે સ્થાનિક લોકોને સાથે રહીને આ ઢોરોને નગર પાલિકાના ગ્રાઉન્ડમાં મુકવાનો કાર્યક્રમ કરવાની ફરજ પડશે. #morbitoday






Latest News