ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબીમાં ખોટા ટ્રક નંબર-ખોટી બિલ્ટી બનાવી ટાઇલ્સ ચીટીંગ કરનારા આરોપી ૧૧ વર્ષે પકડાયો


SHARE











મોરબીમાં ખોટા ટ્રક નંબર-ખોટી બિલ્ટી બનાવી ટાઇલ્સ ચીટીંગ કરનારા આરોપી ૧૧ વર્ષે પકડાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ટાઇલ્સ ચીટીંગનો ૧૧ વર્ષ પહેલા ગુનો નોંધાયો હતો જેમાં આરોપી નાસતો ફરતો હતો જેને હાલમાં મોરબી જિલ્લા એસઓજીની ટીમે પકડી લીધેલા છે અને આરોપીને મોરબી તાલુકા પોલીસ હવાલે કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે 

મોરબી જિલ્લા એસઓજીના ફારૂકભાઇ યાકુબભાઇ પટેલને મળેલ હક્કિત આધારે ચિટિંગના ગુનામાં આરોપીને પકડવામાં આવેલ છે જેની માહિતી આપતા અધિકારી જણાવ્યુ છે કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ૨૦૧૨માં આઇપીસી કલમ ૪૦૭૪૬૫૪૬૮ મુજબ ફરીયાદીના સેલ્વી સીરામીકમાંથી ટાઇલ્સની ૨૬૬૫ પેટી જેની કિંમત ૨,૪૬,૩૭૦ થાય છે તે ખોટા ટ્રક નંબર તથા ખોટી બિલ્ટી બનાવી ખોટા દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો અને ચિટિંગ કરવામાં આવ્યું હતું જે ગુનામાં છેલ્લા ૧૧ વર્ષથી આરોપી ગણેશ ઉર્ફે ઠાકરો શીવજી રાજપુરોહિત રહે. ડીસા મીથકાતલા તાલુકો ચોહટન જીલ્લો બાડમેર (રાજસ્થાન) વાળો હાલે અજુજા ગામ જીલ્લો પાટણમાં હોવાની હકીકત હતી જેના આધારે ત્યાં વોચ ગોઠવીને નાસતા ફરતા આરોપી ઠાકરશી ઉર્ફે ગણેશભાઇ શીવસિંહ રાજપુરોહિત (૪૦)રહે. હાલ અજુજા ગામ જિલ્લો પાટણ મુળ રહે રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીનો કબજો મોરબી તાલુકા પોલીસને આપવામાં આવેલ છે આ કામગીરી એસઓજીના પીઆઇ એમ.પી.પંડ્યાપીએસઆઈ એમ.એસ.અંસારી તેમજ કે.આર.કેસરીયા તથા ફારૂકભાઇ પટેલકિશોરદાન ગંઢવીરસીકકુમાર કડીવાર, મહાવિરસિંહ પરમાર, જુવાનસિંહ રાણા, શેખાભાઇ મોરી, મુકેશભાઇ જોગરાજીયા, માણસુરભાઇ ડાંગર, આશીફભાઇ રાઉમા, ભાવેશભાઇ મિયાત્રા, કમલેશભાઇ ખાંભલીયા, સામંતભાઇ છુછીયા, અંકુરભાઇ ચાંચુ તથા અશ્વિનભાઇ લોખિલ દ્વારા કરવામાં આવી હતી

એસિડ પીધું

વાંકાનેરના શક્તિપરા વિસ્તારમાં રહેતા ભાવનાબેન દીપકભાઈ શર્મા (૩૫) નામની મહિલા કોઈ કારણોસર એસિડ પી ગઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જોકે, આ બનાવ વાંકાનેર સિટી પોલીસની હદનો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી છે






Latest News