ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિરે રવિવારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંત બેઠક યોજાશે


SHARE











મોરબી જલારામ મંદિરે રવિવારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંત બેઠક યોજાશે

રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવિણભાઈ તોગડીયાની વિશેષ ઉપસ્થિતી

તાજેતરમાં પટના બિહાર ખાતે મળેલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની કેન્દ્રીય બેઠકમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગામી કાર્યક્રમોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

જે અંતર્ગત આગામી રવિવાર તા.૨૩-૭ ના રોજ મોરબીના જલારામ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાશે.જેમાં હિન્દુ હ્રદય સમ્રાટ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.પ્રવિણભાઈ તોગડીયા, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડ, સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યકારી અધ્યક્ષ બકુલભાઈ ખાખી, સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી સહીતના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

પ્રાંત બેઠક સવારે ૯ થી સાંજે ૫ કલાક સુધી યોજાશે જેમાં સમગ્ર સૌરાષ્ટ્રના વિવિધ વિભાગ, જીલ્લા તથા તાલુકાના સક્રિય પદાધિકારીઓને ઉપસ્થિત રહેવા સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો.જે.જી.ગજેરા, સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રી શશીકાંતભાઈ પટેલ, સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી નિર્મલસિંહ ખુમાણે સંયુક્ત યાદીમાં જણાવ્યુ છે.આ પ્રાંત બેઠકને સફળ બનાવવા મોરબી જીલ્લા અધ્યક્ષ સી.ડી.રામાવત, શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી, શહેર મંત્રી નિર્મિતભાઈ કક્કડ, કૌશલભાઈ જાની સહીતના પદાધિકારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.






Latest News