ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

સરકારની જ્ઞાન સહાયક યોજના રદ કરીને કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ: મોરબીમાં ધારાસભ્યને આવેદનપત્ર આપ્યું


SHARE











સરકારની જ્ઞાન સહાયક યોજના રદ કરીને કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ: મોરબીમાં ધારાસભ્યને આવેદનપત્ર આપ્યું

મોરબીના ટેટ અને ટાટ પાસ ઉમેદવારની કાયમી શિક્ષક તરીખે ભરતી કરવાના બદલે જ્ઞાન સહાયક યોજના અમલમાં મૂકી છે જેથી કરીને હાલમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવાર દ્વારા મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને લેખિતમાં રજૂઆત કરીને ટેટ અને ટાટ પાસ ઉમેદવારની કાયમી શિક્ષક તરીકે ભરતી કરવામાં આવે તેવી માંગ કરી છે

હાલમાં મોરબીના ટેટ અને ટાટ પાસ ઉમેદવારએ જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, રાજ્યમાં શિક્ષણની પરિસ્થિતિ કથળી રહી છે ત્યારે ગુજરાતના દરેક વિદ્યાર્થીઓને ગુણવતાયુક્ત અને વિશ્વસ્તરીય શિક્ષણ મેળવે તે હેતુથી અને વિદ્યાર્થીઓના ભવિષ્યના પૂર્વ ઘડતર માટે રાજ્ય સરકાર શિક્ષકોની કાયમી ભરતી કરવી ખૂબ જ જરૂરી છે. તાજેતરમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક યોજના બહાર પાડવામાં આવી છે. જે અંતર્ગત ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવામાં આવશે તેવો ગેર વ્યાજબી નિર્ણય લેવામાં આવ્યો છે. જેની સીધી અસર ગુજરાતના વિદ્યાર્થીઓના શિક્ષણ અને રાજ્યના વર્તમાન ટેટ અને ટાટ પાસ બેરોજગાર ઉમેદવાર પર થશે. જે વિદ્યાર્થીઓ ઉમેદવારોના બિલકુલ હિતમાં નથી. જો જ્ઞાન સહાયક યોજના અમલમાં આવશે તો કેટલાય વર્ષોથી રાત-દિવસ મહેનત કરીને ટેટ અને ટાટ જેવી દ્વિસ્તરીય પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોનું સરકારી શિક્ષક બનવાનું સપનું રોળાઈ જશે અને તેમનું ભાવિ અંધકારમય બની જશે. અને ગુજરાતના ભવિષ્ય એવા વિદ્યાર્થીઓના શિક્ષણના હિતમાં અને હજારો ટેટ અને ટાટ પાસ બેરોજગાર ઉમેદવારોને કાયમી સરકારી શિક્ષકની રોજગારી મળી રહે તે માટે જ્ઞાન સહાયક કરાર આધારિત ભરતીની જગ્યાએ વહેલામાં વહેલી તકે કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તે અનિવાર્ય છે અને મોરબીની જેમ સમગ્ર રાજયમાં ધારાસભ્યોને ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ આવેદનપત્ર આપેલ છે






Latest News