વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ મોરબી વાંકાનેર હાઇવે ઉપર બાપાસીતારામની મઢુલી પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં આધેડનું મોત મોરબીના ઘૂટું ગામે વાસણ માંજવાની ના પાડતા સાસુને પુત્રવધૂએ માર માર્યો, મારી નાખવાની ધમકી મોરબીના અદેપર ગામે ડેમના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 1,37 લાખનો મુદામાલ કબ્જે: વાંકાનેર તાલુકામાં 5 બોટલ દારૂ સાથે એક પકડાય ટંકારા નજીક ગ્રાન્ડ વીરાટા ગાડીના ચાલકે અચાનક વળાંક વાળી લેતા બાઇકને હડફેટે લીધું: ઇજા પામેલ યુવાન સારવારમાં માળીયા (મી)ના માણાબાં પાસે-વાંકાનેરના સરતનપર નજીક કારખાનામાં હાર્ટ એટેકથી એક-એક યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા ચોકડી પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનનું મોત


SHARE











વાંકાનેરના ઢુવા ચોકડી પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનનું મોત

વાંકાનેરના ઢુવા સર્કલ પાસે ઓવરબ્રિજની દિવાલ નજીક સર્વિસ રોડ ઉપર રાહદારીને ટ્રક ચાલકે હડફેટે લીધો હતો જેથી તેને માથામાં અને શરીર ઇજા થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ આરોપી પોતાનો ટ્રક મૂકીને નાસી ગયો હોય હાલમાં પોલીસે આ બનાવમાં ફરિયાદ લઈને ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વખતે પ્રમાણે મૂળ બિહારના રહેવાસી અને હાલમાં બહાદુરગઢ ગામ પાસે બેલ સિરામિક કારખાનામાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા સુમિત મદન તિવારી જાતે બ્રાહ્મણો (૨૭)એ ટ્રક નંબર એમએચ ૧૮ એએ ૮૭૬૪ ના ચાલકની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ઢુવા સર્કલ પાસે ઓવરબ્રિજની દિવાલ નજીકથી સર્વિસ રોડ ઉપરથી ઓવર સ્પીડમાં ટ્રક લઈને આરોપી નીકળ્યો હતો ત્યારે રાહદારી અભિષેક સંજયભાઇ પાંડે (૨૫) રહે. પીપળા કોરી જિલ્લો મોતીહારી બિહારને ટ્રક ચાલકે હડફેટે લેતા રાહદારી વ્યક્તિને માથામાં અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને ટ્રક ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે મૂકીને નાસી ગયો હતો જેથી હાલમાં આ બનાવ સંદર્ભે સુમિત તિવારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News