ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

ગુનેગારોનો ઉતારો એટલે મોરબી..? : વડોદરામાંથી અપહરણ કરાયેલ યુવતી આરોપી સાથે મોરબીમાંથી મળી આવી..!


SHARE











ગુનેગારોનો ઉતારો એટલે મોરબી..? : વડોદરામાંથી અપહરણ કરાયેલ યુવતી આરોપી સાથે મોરબીમાંથી મળી આવી..!

મોરબી જીલ્લો હાલ ગુનેગારો માટે સ્વર્ગ સમાન હોય તેવો ઘાટ સર્જાયો છે અનેક બનાવમાં ગંભીર ગુના આચરીને ગુનેગારો મોરબી આવીને અહીં મજૂરી કામ કરી રહેવા લાગતા હોય તેવા બનાવો સામે આવે છે જેવો જ એક વધુ બનાવ સામે આવ્યો છે જેમાં વડોદરા ઉત્તરના ગ્રામ્ય વિસ્તારના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનામાં ભોગ બનેલ યુવતી આરોપી સાથે મોરબી હોવાની બાતમી મળતા ત્યાંનો પોલીસ સ્ટાફ અહીં મોરબી આવ્યો હતો અને અહીંથી બંનેને હસ્તગત કરીને તપાસના કામે સાથે લઈ ગયો હોવાનું જાણવા મળેલ છે.

આ અંગે વધુમાં મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે વડોદરા જિલ્લાના ઉત્તર વિભાગના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનામાં તપાસ અધિકારી હેડ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ જીવણભાઈ બાતમીના આધારે મોરબી આવ્યા હતા અને ત્યાં તેઓના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આઈપીસી કલમ ૩૬૩, ૩૬૬ અપરણના ગુનામાં ભોગ બનેલ યુવતી આરોપી અનિલ ભીખાભાઇ પરમાર રહે.નાની ધામડી તાલુકો મોઘરી જિલ્લો પંચમહાલ વાળાની સાથે મોરબી તાલુકાના વાધરવા ગામની સીમમાં સોખડા ગામના પાટીયા પાસે આવેલ શુભલક્ષ્મી ઓટો પેક નામના કારખાના નજીક હોવાની બાતમી મળી હતી જેને આધારે સ્થાનિક પોલીસને સાથે રાખીને હાલ મોરબીના સોખડા ગામના પાટીયા પાસેથી ભોગ બનેલ યુવતી તથા આરોપી અનિલ ભીખા પરમાર મળી આવતા બંનેને પકડીને તપાસના કામે સાથે લઈ ગયા હોવાનું જાણવા મળેલ છે.અત્રે નોંધનીય છે કે મોરબીના સીરામીક તેમજ અન્ય કારખાનાઓમાં કોઈપણ જાતની તપાસ કર્યા વગર પરપ્રાંતીઓને મજૂરી કામે રાખી દેવામાં આવતા હોય છે અને ત્યાં લેબરકવાટર પણ આપી દેવામાં આવતા હોય છે ત્યારે આ બાબતે અહીંના સ્થાનિક ઉદ્યોગકારોએ ગંભીર બનવાની જરૂર છે કારણ કે અનેક બનાવોમાં આવી ગુનાહીત માનસીકતા ધરાવતા ઇસમો મોટી ઘટનાને અંજામ આપીને ફરાર થઇ જાય છે અને બાદમાં તેને પકડવા પણ મુશ્કેલ બની જાય છે.

વાહન અકસ્માતમાં ઇજા થતા સારવારમાં

મોરબીના પંચાસર ચોકડી નજીક આવેલ વાડી વિસ્તારમાં રહેતા કરમશીભાઈ ગોવિંદભાઈ હડિયલ નામના ૫૩ વર્ષના આધેડ પંચાસર ચોકડી પાસેથી બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થઈ જતા ઈજા પામતા તેઓને અત્રેની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા.આ બનાવને પગલે એ ડિવિધન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા નોંધ કરીને આ સંદર્ભે તપાસ કરવામાં આવી હતી.

દવા પી જતા સારવારમાં

સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના વર્માધાર વિસ્તારમાં રહેતી દિવ્યાબેન હીરાભાઈ કુનખાણીયા નામની ૧૬ વર્ષની અપરણીત યુવતી તેના ઘરે કોઈ અગમ્ય કારણોસર કપાસમાં છાંટવાની કોઈ દવા પી ગઈ હતી જેથી તેને વધુ સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી અને ત્યાં તેણીની સારવાર કરવામાં આવ્યા બાદ આ બનાવ સંદર્ભે મોરબી એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી.તપાસ અધિકારી વી.કે.ફૂલતરીયા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે થાન પોલીસને જાણ કરવામાં આવી હતી.

મારામારીમા ઈજા

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકામાં આવેલા વાધરવા ગામે રહેતા હંસરાજભાઈ રણછોડભાઈ કનજારિયા નામના ૪૫ વર્ષના યુવાનને વાધરવા ગામે મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર કર્યા બાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરાતા આ બાબતે પ્રાથમીક તપાસ કરીને વધુ તપાસ માટે એ ડિવિઝન પોલીસે આ અંગે માળીયા પોલીસને જાણ કરી છે.






Latest News