મોરબીના અદેપર ગામે ડેમના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 1,37 લાખનો મુદામાલ કબ્જે: વાંકાનેર તાલુકામાં 5 બોટલ દારૂ સાથે એક પકડાય ટંકારા નજીક ગ્રાન્ડ વીરાટા ગાડીના ચાલકે અચાનક વળાંક વાળી લેતા બાઇકને હડફેટે લીધું: ઇજા પામેલ યુવાન સારવારમાં માળીયા (મી)ના માણાબાં પાસે-વાંકાનેરના સરતનપર નજીક કારખાનામાં હાર્ટ એટેકથી એક-એક યુવાનનું મોત વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં શોટ લાગતાં એક યુવાનનું મોત, એક સારવારમાં વાંકાનેર તાલુકામાં ગેરકાયદે-ઓવરલોડ ખનીજનું પરિવહન કરતાં 4 ડમ્પર ઝડપાયા: 1.10 કરોડનો મુદામાલ કબ્જે મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
Breaking news
Morbi Today

મોરબીની મેડિકલ કોલેજમાં ફી વધારો પાછો ન ખેંચાઇ તો આંદોલન: એબીવીપી


SHARE











મોરબીની મેડિકલ કોલેજમાં ફી વધારો પાછો ન ખેંચાઇ તો આંદોલન: એબીવીપી

મોરબીમાં આવેલ જીએમઇઆરએસ કોલેજોની ફી માં ધરખમ વધારો કરવામાં આવ્યો છે ત્યારે આ વધારાને પાછો ખેંચવાની માંગ સાથે એબીવીપી દ્વારા મોરબીની મેડિકલ કોલેજના ડીનને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ફી વધારો પાછો લેવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે હાલમાં એબીવીપી દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં જણાવ્યુ છે કે, ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા તા. ૨૦ જુલાઈના રોજ નોટિફિકેશન જાહેર કરીને મેડિકલ કોલેજની ફી માં સરકારી કવોટામાં ૩.૩૦ લાખમાંથી ૫.૫૦ લાખ અને મેનેજમેન્ટ કવોટામાં ૯ લાખમાંથી ૧૭ લાખ કરવામા આવેલ છે. જેથી કરીને નબળા પરિવારના સંતાનોને ડોક્ટર બનવાનું સપનું સપનું જ રહી જાય તેવી શક્યતા છે અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓના ભાવિ બગડે તેમ છે જેથી વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરતો નિર્ણય પાછો લેવામાં આવે અને મેડિકલ કોલેજોમાં તબીબી સ્નાતકમાં પ્રવેશ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓના હિતમાં ફી ઘટાડો કરવામાં આવે તેવી માંગ કરી છે જો સાત દિવસમાં ફી વધારો પાછો લેવામાં નહીં આવે તે એબીવીપી દ્વારા વિદ્યાર્થી હિતમા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે






Latest News