મોરબીના અદેપર ગામે ડેમના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 1,37 લાખનો મુદામાલ કબ્જે: વાંકાનેર તાલુકામાં 5 બોટલ દારૂ સાથે એક પકડાય ટંકારા નજીક ગ્રાન્ડ વીરાટા ગાડીના ચાલકે અચાનક વળાંક વાળી લેતા બાઇકને હડફેટે લીધું: ઇજા પામેલ યુવાન સારવારમાં માળીયા (મી)ના માણાબાં પાસે-વાંકાનેરના સરતનપર નજીક કારખાનામાં હાર્ટ એટેકથી એક-એક યુવાનનું મોત વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં શોટ લાગતાં એક યુવાનનું મોત, એક સારવારમાં વાંકાનેર તાલુકામાં ગેરકાયદે-ઓવરલોડ ખનીજનું પરિવહન કરતાં 4 ડમ્પર ઝડપાયા: 1.10 કરોડનો મુદામાલ કબ્જે મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
Breaking news
Morbi Today

મોરબીના વનાળીયા-ખીજડીયા વચ્ચેથી દારૂ ભરેલ ગાડી સાથે એક શખ્સ પકડાયો: એકની શોધખોળ


SHARE











મોરબીના વનાળીયા-ખીજડીયા વચ્ચેથી દારૂ ભરેલ ગાડી સાથે એક શખ્સ પકડાયો: એકની શોધખોળ

મોરબી તાલુકાના વનાળીયા અને ખીજડીયા વચ્ચેના રસ્તા ઉપરથી સ્વીફ્ટ ગાડી પસાર થઈ રહી હતી જે ગાડીને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે ગાડીમાંથી ૨૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળ્યો હતી જેથી પોલીસે દારૂ એન ગાડી સહિત ૨.૦૪ લાખના મુદામાલ સાથે એક આરોપીની ધરપકડ કરેલ છે અને એક આરોપીને પકડવા માટે તજવીજ ચાલુ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના વનાળીયા ગામના ઝાપાથી આગળ ખીજડીયા તરફ જવાના રસ્તા ઉપરથી સ્વીફ્ટ ગાડી નંબર જીજે ૩ બીએ ૨૯૬૮ પસાર થઈ રહી હતી ત્યારે તે ગાડીને રોકીને ચેક કરવામાં આવતા ગાડીમાંથી ૨૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસને ૪૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂ તથા બે લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૨,૦૪,૦૦૦ રૂપિયાની કિંમતના મુદ્દા માલ સાથે શાહરૂખ હાસમભાઈ સુમરા (૨૧) રહે રણછોડનગર શેરી નં-૨ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી સમીરભાઈ નામના શખ્સનું નામ સામે આવ્યું હોય તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

દેશી દારૂ

હળવદ તાલુકાના સુંદરગઢ ગામે બ્રાહ્મણી નદીના કાંઠે ઘોઘાજીભાઈની વાડીની નીચે નદીના પટમાં દારૂની ભઠ્ઠી ચાલૂ હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૫૦૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે ૧૦૦૦ ની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો જો કે, આરોપી ગણેશભાઈ બાવલભાઈ ભોજવિયા જાતે કોળી રહે. મેરુપર તાલુકો હળવદ વાળો સ્થળ ઉપર હાજર ન હોવાથી તેની સામે ગુનો નોધી પોલીસે તેને પકડવા માટે શરૂ કરી છે






Latest News