મોરબીના અદેપર ગામે ડેમના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 1,37 લાખનો મુદામાલ કબ્જે: વાંકાનેર તાલુકામાં 5 બોટલ દારૂ સાથે એક પકડાય ટંકારા નજીક ગ્રાન્ડ વીરાટા ગાડીના ચાલકે અચાનક વળાંક વાળી લેતા બાઇકને હડફેટે લીધું: ઇજા પામેલ યુવાન સારવારમાં માળીયા (મી)ના માણાબાં પાસે-વાંકાનેરના સરતનપર નજીક કારખાનામાં હાર્ટ એટેકથી એક-એક યુવાનનું મોત વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં શોટ લાગતાં એક યુવાનનું મોત, એક સારવારમાં વાંકાનેર તાલુકામાં ગેરકાયદે-ઓવરલોડ ખનીજનું પરિવહન કરતાં 4 ડમ્પર ઝડપાયા: 1.10 કરોડનો મુદામાલ કબ્જે મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
Breaking news
Morbi Today

મોરબી-પ્રભુનગરમાં સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્મૃતિમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ


SHARE











મોરબી-પ્રભુનગરમાં સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્મૃતિમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ

સૌરાષ્ટ્રના ખેડૂત નેતા અને સહકારી ક્ષેત્રના અગ્રણી પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની ચોથી વાર્ષિક પૂણ્યતિથિ નિમિત્તે જુદીજુદી જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પના આયોજન કરવામાં આવી છે ત્યારે આગામી તા. ૨૯ જુલાઈ ને શનિવારના રોજ મોરબી તાલુકા અને ટંકારા તાલુકામાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જીલ્લામાં સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પૂણ્યતિથિ નિમિત્તે ૨૯ જુલાઈ ને શનિવારના રોજ સવારે ૭:૩૦ થી ૧૨ વાગ્યા સુધી સર્વ જ્ઞાતિય અને સહકારી પરિવાર- મોરબી દ્વારા મોરબીના માર્કેટિંગ યાર્ડ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેવી જ રીતે સર્વ જ્ઞાતિય અને સહકારી પરિવાર- ટંકારા તાલુકા દ્વારા પ્રભુનગરના નેકનામ રોડ (મિતાણા) પર આવેલી બહુચર વિદ્યાલય ખાતે સવારે ૭:૩૦ થી ૧૨ વાગ્યા સુધી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરવા માટે સર્વ જ્ઞાતિય અને સહકારી પરિવાર દ્વારા અપીલ કરાઇ છે 






Latest News