મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરમાં એક સાથે ત્રણ રહેણાંક મકાનમાંથી રોકડ દાગીનાની ચોરી


SHARE







વાંકાનેરમાં એક સાથે ત્રણ રહેણાંક મકાનમાંથી રોકડ દાગીનાની ચોરી

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરનાં પંચાસર માર્ગ પાસે આવેલ ગાયત્રી સોસાયટીમાં એક સાથે ત્રણ બંધ રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતાં એક લાખથી વધુની માલ મત્તાની ચોરી થતાં પોલીસ દોડી ગઈ હતી.
ગાયત્રી સોસાયટીમાં એક સાથે ત્રણ બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને રોકડ દાગીના, એલ.ઈ.ડી. મળી એક લાખથી વધુની માલમત્તાની ચોરી કરી નાસી છુટયા હતાં, ત્યારે એક સાથે ત્રણ રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટકતા પોલીસની નાઈટ પેટ્રોલીંગ સહિતની કામગીરીની સામે સવાલો ઉઠી રહ્યા છે

કોઈ પણ વિસ્તારમાથી નાની મોટી ચોરી માટે કોઈ ભોગ બનેલા વ્યક્તિ આવે તો તુર્તજ તેની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ કામે લગતી નથી અને પહેલા અરજી લીધા બાદ જો આરોપી પકડાઈ તો ફરિયાદ લેવામાં આવે તેવું ભૂતકાળમાં ઘાઈન વખત બન્યું છે ત્યારે પોલીસે દ્વારા નાઈટ પેટ્રોલીંગ વધારવામાં આવે અને છેલ્લા દિવસોથી જે ચોરીના બનાવો વધી રહ્યા છે તેને રોકવા માટે નક્કર કામ કરવામાં આવે તેવી લોકોની લાગણી અને માંગણી છે






Latest News