હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધાનું આયોજન


SHARE

















મોરબી જીલ્લામાં નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધાનું આયોજન

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી દ્વારા સંચાલિત જિલ્લાકક્ષા નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધાનું આયોજન ઓક્ટોબર માસના પ્રથમ સપ્તાહમાં થનાર છે. આ સ્પર્ધામાં રાસ, પ્રાચીન ગરબા અને અર્વાચીન ગરબા એમ કુલ ૩ સ્પર્ધાનું આયોજન થશે.

આ સ્પર્ધામાં રાસ માટે ૧૪ થી ૪૦ વર્ષની વયજુથમાં આવતાં લોકો ભાગ લઈ શકશે, જ્યારે પ્રાચીન તથા અર્વાચીન ગરબામાં ૧૪ થી ૩૫ વર્ષની વયજુથમાં ભાગ લઈ શકશે. ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકોએ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રૂમનં.૨૩૬, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી ખાતેથી નિયત નમૂનાનું ફોર્મ મેળવી તા.૩૦/૦૯/૨૦૨૧ સુધીમાં પરત મોકલી આપવા આથી જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબી દ્વારા જણાવાયું છે.    




Latest News