મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક બે દુકાનદાર વચ્ચે નજીવી વાતમાં મારા મારીના ગુનામાં આરોપીની ધરપકડ


SHARE











મોરબી નજીક બે દુકાનદાર વચ્ચે નજીવી વાતમાં મારા મારીના ગુનામાં આરોપીની ધરપકડ

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ કાવેરી સિરામિક પાસે શ્રીહરિ કોમ્પલેક્ષમાં બાજુ બાજુમાં દુકાન ધરાવતા બે વેપારીઓ વચ્ચે સામાન દુકાન પાસે નહીં રાખવા બાબતે બોલાચાલી થઈ હતી ત્યાર બાદ ઝપાઝપી અને ગાળા ગાળી થઈ હતી જેની બંને પક્ષેથી મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે એક ગુનામાં ચાર આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં શનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડમાં રહેતા વિરલભાઈ જીતેન્દ્રભાઈ પીઠવા જાતે લુહાર (૨૭)એ ધનજીભાઈ પરમારકિરીટભાઈ ધનજીભાઈ પરમારધ્રુવભાઈ ધનજીભાઈ પરમાર અને અજાણ્યો માણસ આમ ચાર વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવી હતી કે, કાવેરી સિરામિક પાસે શ્રીહરી કોમ્પ્લેક્સમાં તેની તેમજ આરોપીઓની દુકાન બાજુ બાજુમાં છે અને આરોપીઓએ ફરિયાદી યુવાનને સામાન દુકાન પાસે નહીં રાખવા બાબતે બોલાચાલી કરી હતી ત્યાર બાદ ઝપાઝપી કરીને ગાળો બોલી લાકડાના ધોકાસળિયા અને હથોડા જેવા હથિયાર વડે ફરિયાદી યુવાન તથા તેના પિતાને આડેધડ માર્યો હતો અને ઇજા કરી હતી જેથી ફરિયાદીના પિતાને જમણી આંખમાં તથા ડાબા હાથની આંગળીએ ઇજા થઈ હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેની ફરિયાદના આધારે પોલીસે આ ગુનામાં આરોપી ધનજીભાઈ ટાભાભાઈ પરમાર (૪૫)કિરીટભાઈ ધનજીભાઈ પરમાર (૨૪)ધ્રુવભાઈ ધનજીભાઈ પરમાર (૨૨) અને અનિલભાઈ બચુભાઈ સોલંકી (૩૦) રહે, બધા જ ભાગ્યોદય કારખાના પાસે માળીયા ફાટક મોરબી વાળાની ધરપકડ કરેલ છે






Latest News