મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતની બેઠકમાં ૨૨૨ કામોને મંજૂર કરવામાં આવ્યા: પ્રમુખ


SHARE











મોરબી જિલ્લા પંચાયતની બેઠકમાં ૨૨૨ કામોને મંજૂર કરવામાં આવ્યા: પ્રમુખ

મોરબી જિલ્લાના સભા ખંડમાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં છેલ્લા બે વર્ષથી રોકાયેલા કામોને વેગ આપવામાં આવ્યો હતો અને આ બેઠકમાં કુલ મળીને 222 કામોને મંજૂર કરવામાં આવેલ છે તેની સાથોસાથ જિલ્લા પંચાયતના નવા સભાખંડનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું હતું

મોરબી જિલ્લા પંચાયતના નવા સભા ખાંડનું આજે પ્રમુખ ચંદુભાઈ શિહોરાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષ સ્થાને ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપપ્રમુખ, ચેરમેનો સહિતના જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો અને તમામ વિભાગના અધિકારી હાજર રહ્યા હતા ત્યારે જુદા જુદા એન્જડામાં રેતી રોયલ્ટી, ૧૫ માં નાણાંપંચના કામો સહિતના તમામ એન્જડાને બહાલી આપવામાં આવી હતી.

ત્યાર બાદ ડીડીઓ ડી.ડી. જાડેજા દ્વારા તેમના આવ્યા બાદ જીલ્લામાં કરવામાં આવેલ કામોની માહિતી આપવામાં આવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, ૧૫ માં નાણાંપંચના કામો છેલ્લા લગભગ બે વર્ષથી પેન્ડિંગ હતા જેમાંથી ઘણા કામોને કરવામાં આવેલ છે અને વિકાસ કામોમાં જે કોઈ પણ દબાણ નડતર રૂપ હશે તેને હટાવવામાં આસવ્હે વધુમાં તેને કહ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનામાં સાત  કરોડના કામો પૂરા કરવામાં આવેલ છે અને આ બેઠકમાં ૫.૫૦ કરોડના ખર્ચે ૧૯૦ જેટલા સૈદ્ધાંતિક કામો, ૬૬.૯૧ લાખના ખર્ચે ૧૬ હેતુફેરના કામો તેમજ ૬૩.૫૦ લાખના ખર્ચે ૧૬ વહીવટી કામોને મંજૂર કરવામાં આવ્યા છે 






Latest News