મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખીરઈ પાસે આડેધડ બનેલા રોડના લીધે ખેતરમાં પાણી ભરાતા ખેડૂતોને નુકશાન


SHARE











માળીયા (મી)ના ખીરઈ પાસે આડેધડ બનેલા રોડના લીધે ખેતરમાં પાણી ભરાતા ખેડૂતોને નુકશાન

માળીયા મિયાણાના ખીરઈ(પંચવટી) ગામની ખેડૂતોના ખેતરમાં પાણીના નિકાલના અભાવે  પાણી ભરાઇ ગયેલ છે અને પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને થયેલ નુકશાનનું વળતર ચુકવવા માટે મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે

મોરબી જીલ્લાના માળિયા તાલુકાના ખીરઈ(પંચવટી) ગામે  સરકાર દ્વારા એક રોડ બનાવવામાં આવેલ છે આ રોડના પલાનીંગ  તથા કામમાં અક્ષમ્ય બેદરકારીના કારણે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે જયારે પણ વરસાદ થાય છે. ત્યારે રોડની સાઈડ  ખેતરોમાં પાણી ભરાઈ રહે છે, જેથી તે ખાતેદારોનો  પાક બળી જવાથી તેઓએને મોટું આર્થીક નુકશાન થાય છે. આવું છેલ્લા ત્રણ વર્ષથી બની રહ્યું છે આ બાબતે ગયા વર્ષે અધિકારીને રૂબરૂ મુલાકાત પણ કરાવવામાં  આવેલ હતી. તેઓએ હૈયા ધારણા પણ આપેલ હતી કે, હવેથી તમારો પ્રશ્ન કાયમી ધોરણે સોલ્વ  થઇ જશે પરંતુ આ બાબતે કોઈ જ કાયર્વાહી ન થતા  આ વર્ષે પણ ખેતરો માં પાણી ભરાયેલ  છે જેથી કરીને તાત્કાલિક કોઈ પગલા લેવામાં નહિ આવે તો આ વર્ષે પણ પાક બળી જશે અને ખેડૂતોને મોટું નુકશાન થશે અને જો કોઈ કામ નહિ કરવામાં આવે તો ખેડૂતોને મોટું આર્થીક નુકશાન જશે અને ના છુટકે કોર્ટનો આશરો લેવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે






Latest News