મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીના રાજપર, નસીતપર, થોરાળા અને ચાચાપર પાસે વીજ ધાંધીયાથી ઉદ્યોગકારોને આર્થિક નુકશાન


SHARE









મોરબીના રાજપર, નસીતપર, થોરાળા અને ચાચાપર પાસે વીજ ધાંધીયાથી ઉદ્યોગકારોને આર્થિક નુકશાન

મોરબીની આસપાસના વિસ્તારમાં ઔદ્યોગિક વિસ્તાર આવેલો છે જોકે ઉદ્યોગિક વિસ્તારમાં અવારનવાર વીજ પુરવઠો ખોરાવી એટ્લે ઉદ્યોગકારોને નુકસાની સહન કરવી પડતી હોય છે આવો જ ઘાટ હાલમાં મોરબીના રાજપર, નસીતપર, થોરાળા અને ચાચાપર વિસ્તારમાં આવેલા ઉદ્યોગકારો સાથે સર્જાઇ રહ્યો છે છેલ્લા ઘણા દિવસોથી એક દિવસમાં બેથી ત્રણ વખત વીજ કંપનીનો વીજ પુરવઠો ખોરવાઈ જાય છે જેના કારણે યુનિટમાં મશીનરી ઉપર કામ ચાલુ હોય છે તે બંધ થાય છે અને તેની સાથો સાથ માલમાં નુકસાની પણ આવતી હોય છે જેથી કરીને કારખાનેદારો દ્વારા અવારનવાર આ પ્રશ્નને ઉકેલવા માટે થઈને વીજ કંપનીના અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ આજ દિવસ સુધી તેનો ઉકેલ આવ્યો નથી અને ઉદ્યોગકારો રોજે રોજ નુકશાની સહન કરી રહ્યા છે

મોરબીના રાજપર, નસીતપર, થોરાળા અને ચાચાપર તેમજ તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીપેકના અંદાજે ૩૦ થી વધુ કારખાનાઓ આવેલા છે તે ઉપરાંત અન્ય કારખાનાઓ પણ છે જેમાં લોકોને રોજગારી મળે છે જોકે આ કારખાનાઓની અંદર મશીનરી મારફતે જે કામગીરી થતી હોય છે તેના માટે સતત નિરંતર વીજ પુરવઠાની જરૂર પડતી હોય છે પરંતુ છેલ્લા ઘણા દિવસોથી આ વિસ્તારમાં વીજ પુરવઠો દિવસમાં બેથી ત્રણ વખત ખોરવાઈ જાય છે અને વારંવાર ટ્રેપીંગના પ્રોબ્લેમના કારણે ઉદ્યોગકારોને નુકસાન સહન કરવું પડતું હોય છે વધુમાં સ્થાનિક ઉદ્યોગકારો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પોલીપેકના યુનિટોમાં હાલમાં મંદીની અસર છે અને બેન્કના લોનના હપ્તા ભરવામાં પણ ઉદ્યોગકારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાના કારણે તે લોકોને કારણ વગરની નુકસાની સહન કરવી પડે છે અને જ્યારે જ્યારે પાવર જાય ત્યારે દરેક કારખાનેદારને ઓછોમાં ઓછા ૨૦ થી ૨૫ હજારનું નુકસાન થાય છે જેથી કરીને આ નુકસાની ન થાય અને વીજ પુરવઠો કાયમી જળવાઈ રહે તેના માટે થઈને અહીંના ઉદ્યોગકારો દ્વારા વીજ કંપનીના અધિકારીઓને ટેલીફોનિક રજૂઆત વારંવાર કરવામાં આવી છે તેમ છતાં પણ આ વિસ્તારમાં વીજ પુરવઠો નિરંતર મળતો રહે તેના માટેની કોઈ વ્યવસ્થા હજુ સુધી અધિકારીઓ કરી શક્યા નથી જેથી ઉદ્યોગકારોને નુકસાની સહન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી




Latest News