મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબી, વાંકાનેર, માળીયા, ટંકારા, હળવદમાં કોમી એખલાસ વચ્ચે તાજિયા ઠંડા પડશે


SHARE











મોરબી, વાંકાનેર, માળીયા, ટંકારા, હળવદમાં કોમી એખલાસ વચ્ચે તાજિયા ઠંડા પડશે

મોરબી, વાંકાનેર, માળીયા સહિત જીલ્લામાં ઈસ્લામ ધર્મમાં 'ઇદ' એ આનંદ-ઉલ્લાસનો તહેવાર છે. જયારે મોહરમ એ ક્રુરત ઈમામ હુસૈન અને અન્ય કરબલાના શહીદોની યાદમાં મનાવાતો શોકનો તહેવાર છે. દસ દિવસીય આ પર્વ દરમિયાન મુસ્લિમ સમાજ અમુક નિયમોનું ખાસ પાલન કરે છે અને રોજા રાખે છે. કરબલાની દુઃખદ ઘટના આજથી આશરે ૧૪૦૦ વર્ષ પૂર્વે બની હતી. અને પયગમ્બરે ઈસ્લામ હજરત મોહમ્મદુર્રસૂલ્લાના નવાસા દોહિત્ર હઝરત ઇમામ હુસૈન અલહિસ્સલામે પોતાના બોતેર સાથીઓ સાથે શહાદત સ્વીકારી લીધી હતી. આમ શહીદોની યાદમાં મનાવાતા આ પર્વમાં મોરબી, ટંકારા, વાંકાનેર, હળવદ અને માળીયામાં મુસ્લિમ સમાજે પણ બંદગી કરી હતી. પાંચેય તાલુકામાં દર વર્ષ બનાવવામાં આવતા કલાત્મક તાજિયા પડમાં આવ્યા હતા અને શહેરનાં મુખ્ય વિસ્તારોમાં તાજિયાનું શાંતિપૂર્ણ ઝુલુસ નીકળ્યું હતું. એ દરમિયાન મુસ્લિમ પરિવારોએ રોજા સહિત અન્ય માનતાઓ ભાવપૂર્ણ પૂરી કરી હતી અને શ્રધ્ધા ભાવ વ્યક્ત કર્યો હતો અત્રે ઉલેખનીય છે કે, મોરબી શહેરમાં દર વર્ષ ૧૧ તાજિયા નીકળે છે જે માતમમાં આવ્યા હતા અને નહેરુ ગેઇટ ચોકમાં તમામ તાજિયા આવ્યા બાદ તમામ તાજિયા ઠંડા પડશે






Latest News