મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટમાંથી બિયરના ૧૬ ટીન સાથે એક શખ્સ પકડાયો


SHARE











મોરબીના લાતી પ્લોટમાંથી બિયરના ૧૬ ટીન સાથે એક શખ્સ પકડાયો

મોરબીના લાતી પ્લોટ શેરી નં-૩ માંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી બિયરના ૧૬ ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૬૦૦ રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને તેને માલ આપનાર શખ્સનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે થઈને પોલીસે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી બીયરના ૧૬ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૬૦૦ ની કિંમતના બિયરના જથ્થોને કબજે કરીને યુનુસભાઇ ઈશાભાઈ સુમરા જાતે સંધિ (૨૯) રહે. વીરપરડા તાલુકો મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ બિયરના ટીન તેને મોરબીના જોન્સનગરમાં રહેતા સાહિલ રહીમભાઈ ચાનીયા નામના શખ્સ પાસેથી મળ્યા હતા જેથી કરીને પોલીસે તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

યુવાનનું મોત

મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ એન્ટિક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા મુન્નાભાઈ કમલભાઈ પાલ (૪૫) ને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News