મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીની લખધીરપુર ચોકડીથી ગામ સુધીના ભંગાર રોડથી ગ્રામજનો-કારખાનેદારો ત્રાહિમામ


SHARE











મોરબીની લધીરપુર ચોકડીથી ગામ સુધીના ભંગાર રોડથી ગ્રામજનો-કારખાનેદારો ત્રાહિમામ

મોરબીની લધીરપુર ચોકડીથી લધીરપુર ગામ સુધી અનેક સીરામીકના કારખાના અને નાના મોટા ઉદ્યોગ તથા ધંધા આવેલા છે જ્યાં મોટી સંખ્યામાં લોકો રોજગારી માટે થઈને અવરજવર કરતા હોય છે તેની સાથોસાથ આ રસ્તા ઉપરથી કારખાનાઓમાં આવતો કાચો માલ તથા પાકો માલ લઈને આવાગમન કરતાં વાહનો પણ પસાર થતા હોય છે જોકે, એક બે મહિના કે વર્ષ નહીં પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી મોરબીની લધીરપુર ચોકડીથી લઈને લધીરપુર ગામ સુધીનો રસ્તો અતિબિસ્માર હાલતમાં છે અને રસ્તા ઉપર મોટા ખાડા પડી ગયા છે અને એકથી દોઢ ફૂટના ખાડા હોવાથી વાહન ચાલકોને પોતાના વાહન લઈને લધીરપુર રોડ ઉપરથી પસાર થવું એટલે માથાના દુખાવા સમાન બની જાય છે હાલમાં સ્થાનિક લોકો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે છેલ્લા ઘણા વર્ષોથી આ રોડનું કામ કરવામાં આવ્યું નથી જેના કારણે આ ભંગાર રસ્તા ઉપરથી વાહન ચાલકો પસાર થાય એટલે તેના વાહનોમાં નુકસાની થાય છે તેની સાથે તેઓને શારીરિક નુકસાની થવાની શક્યતાઓ રહેતી હોય છે તેમજ ઠેક ઠેકાણે રસ્તા ઉપર ખાડા પડી ગયા છે જેમાં મોરમ અને માટી નાખવામાં આવતી હોય અવારનવાર ત્યાં રસ્તા ઉપર વાહનો ફસાઈ જતા હોય છે અને વાહનો રસ્તા ઉપર ફસાઈ જવાના કારણે કલાકો સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ ત્યાં સર્જાતી હોય છે આટલું જ નહીં પરંતુ ડમ્પર, ટ્રક જેવા ભારે વાહનોની અંદર માલ ભરીને જ્યારે વાહન ચાલકો આ ભંગાર રસ્તા ઉપરથી પસાર થતા હોય છે ત્યારે વાહન પલટી મારી જાય અને અન્ય કોઈ વ્યક્તિ માટે જીવલેણ બને તેવી પણ ભીતિ સેવાઈ છે જેથી કરીને આ રોડ ઉપર પડેલા ખાડાઓને વહેલામાં વહેલી તકે પુરવા માટે ગ્રામજનો અને કારખાનામાં રોજગારી મેળવવા માટે જતા લોકો માંગ કરી રહ્યા છે જોકે તંત્ર દ્વારા આ માંગણીને ધ્યાને લેવામાં આવશે કે કેમ તે પણ સૌથી મોટો સવાલ છે કારણ કે, છેલ્લા ઘણા વર્ષોથી આ ભંગાર રસ્તાને રીપેર કરવા માટેની તસ્દી પણ અધિકારીઓ કે સ્થાનિક પદાધિકારીઓ દ્વારા લેવામાં આવી નથી તે હકીકત છે






Latest News