મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં આઇએમએ દ્વારા ડૉકટર્સ માટે વિપશ્યના પ્રાથમિક પરિચય શિબિર યોજાઈ


SHARE











મોરબીમાં આઇએમએ દ્વારા ડૉકટર્સ માટે વિપશ્યના પ્રાથમિક પરિચય શિબિર યોજાઈ

મોરબીના સંસ્કાર બ્લડ બેંક ઓડિટોરિયમ ખાતે રાત્રે સુઆયોજિત વિપશ્યના પ્રાથમિક પરિચય શિબિરનું આયોજન આઇએમએના પ્રમુખ ડૉ. હેમાબેન પટેલ તથા સેક્રેટરી ડૉ.કૃષ્ણ ચગ દ્વારા કરવામાં આવ્યું હતું અને મોરબીના તમામ ડૉકટરના પરિવારને આ શિબિરમાં આવવા આમંત્રણ આપ્યું હતું. આ કાર્યક્રમના આયોજન અને સંકલનમાં મોરબીના અનુભવી સાધક નરેન્દ્ર અઘારાએ સેવા આપી હતી. આ શિબિરમાં રાજકોટથી  માર્ગદર્શક આચાર્યો ડૉ.વાઘવાણી અને ડૉ. રાજુભાઈ મહેતા આવ્યા હતા.ત્યાર બાદ ડૉ. વાઘવાણીએ વિપશ્યનાનું પૂર્વ ચરણ આનાપાનસતિ ધ્યાનનું પ્રેક્ટિકલ કરાવી અનુભવ પૂરો પાડ્યો હતો. તો રાજુભાઈએ વિપશ્યના સાધનામાં શ્વાસ અને સંવેદનાનું આલંબનનું મહત્વ સમજાવ્યું હતું. વિપશ્યનાનો ઈતિહાસ, કેન્દ્રોની કાર્યપ્રણાલી, ૧૦  દિવસીય શિબિર વિશે સુંદર માહિતી આપી હતી. અંતમાં વિપશ્યના જૂના સાધક અને IMAના પ્રમુખ ડૉ. હેમાબેન પટેલે વિપશ્યના વિશેના પોતાના અનુભવો જણાવ્યા હતા






Latest News