મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં નજરબાગ રેલ્વે સ્ટેશને દારૂડિયાઓ-લુખ્ખાઓ બેફામ: તંત્ર વાહકો મૌન


SHARE











મોરબીમાં નજરબાગ રેલ્વે સ્ટેશને દારૂડિયાઓ-લુખ્ખાઓ બેફામ: તંત્ર વાહકો મૌન

મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશને લુખ્ખાઓ બેફામ બન્યા છે અને નજરબાગ રેલવે સ્ટેશન ઉપર છેલ્લા ઘણા સમયથી દેશી દારૂ પીને સ્ટેશનની બેંચ ઉપર અડ્ડા જમાવે છે જેથી કરીને લૂખખા તત્વોનો ત્રાસ દેમું ટ્રેનમાં આવતા જતાં મુસાફરોને સહન કરવો પડે છે જોકે રેલવે સ્ટેશન ઉપર દારૂ કે અન્ય કોઈ ચીજ વસ્તુઓ ઉપર પ્રતિબંધ હોય છે છતાં નજરબાગ રેલવે સ્ટેશન ઉપર દિવસે અને રાત્રે દારૂડીયા ગોઠવાઈ જાય છે છતાં પણ રેલવે કર્મચારી કે રેલવે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી તેવું સ્થાનિક લોકો કહી રહ્યા છે આજની તારીખે નજરબાગ રેલવે સ્ટેશન ઉપરથી ઘણા મુસાફરો વાંકાનેર, રફાળેશ્વર, મકાનસર અને ઢુવા અવરજવર કરતા હોય છે ત્યારે બહેન-દીકરીઓ તેમજ મુસાફરોની સલામતી માટે સ્ટેશન ઉપર આંટા મારતા લુખ્ખા તત્વોની સામે રેલવે પોલીસ અને ગુજરાત પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવું મુસાફરો સહિતનાઓની માંગણી અને લાગણી છે






Latest News