મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી તેમજ ગણેશનગર વિસ્તારના લોકોએ પાણી પ્રશ્ને કરી પાણી પુરવઠા વિભાગમાં રજૂઆત


SHARE











મોરબીના ટીંબડી તેમજ ગણેશનગર વિસ્તારના લોકોએ પાણી પ્રશ્ને કરી પાણી પુરવઠા વિભાગમાં રજૂઆત

મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા નવી ટીંબડી ગામ તેમજ ગણેશનગર વિસ્તારમાં પાણીની સમસ્યા ઉભી થતા ત્યાંના રહેવાસીઓએ પાણી પુરવઠા વિભાગમાં રજૂઆત કરી હતી.ત્યાં જે પીવાના પાણીની પાઇપ લાઈન આવતી હતી તે હાલમાં વિભાગ દ્રારા બંધ કરવામાં આવતા ગ્રામજનોને પાણીની મુશ્કેલી ઉભી થતા ત્યાંના અગ્રણી રમેશભાઇ વડસોલા અને અન્ય ગ્રામજનો દ્વારા મોરબીના રવાપર રોડે આવેલ પાણી પુરવઠા વિભાગની ઓફીસે અધીકારીને આવેદનપત્ર આપ્યું હતું અને પાણીની હાલની લાઇન ચાલુ રાખવામાં માટે માંગ કરી હતી.જો પાણીની લાઈન બંધ કરવામાં આવશે તો નવી ટીંબડી અને ગણેશનગર સહિતના વિસ્તારમાં વસતા લોકોની હાલત કફોડી બનશે.નવી પાઇપ લાઇન નાંખવા માટે ગ્રામ પંચાયતને બે મહિના જેટલો સમય આપવામાં આવે અને ત્યાં સુધી જૂની પાણીની પાઇપ લાઈન ચાલુ રાખવામાં આવે તેવી માંગ લોકો દ્રારા કરવામાં આવી હતી.






Latest News