મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત માળીયા (મી)ના વેજલપર ગામે કેનાલના પાણીમાં ડૂબી જતા વૃદ્ધનું મોત: કુંતાસી ગામે ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો


SHARE









વાંકાનેર નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

વાંકાનેર તાલુકાના મક્તાનપર ગામે રહેતો યુવાન ખાતર લેવા માટે વાંકાનેર આવ્યો હતો અને ત્યાંથી ડબલ સવારી બાઇકમાં તે પરત ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે વાંકાનેર જકાતનાકા પાસે તેના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બે યુવાનોને ઈજા થઈ હતી જેથી ઈજા પામેલ હાલતમાં તેને સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જો કે, રાજકોટ સારવાર દરમિયાન એક યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં મૃતક યુવાનના પિતાએ ટ્રક ચાલકની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મક્તાનપર ગામે રહેતા વિક્રમભાઈ સવજીભાઈ રાણીવાડીયા (૩૦) અને આણંદપર ગામે રહેતા સુરેશભાઈ કરમશીભાઈ કેરવાડીયા (૩૩) મકતનપર ગામેથી ખાતર લેવા માટે બાઈક નંબર જીજે ૩૬ એ ૯૪૬૭ લઈને વાંકાનેર બાજુ આવ્યા હતા અને ત્યાંથી તેઓ પરત જઈ રહ્યા હતા ત્યારે વાંકાનેર જકાતનાકા પાસે ટ્રક નંબર જીજે ૧૦ ડબલ્યુ ૫૯૭૦ ના ચાલકે તેઓના ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં વિક્રમભાઈ અને સુરેશભાઈને ઇજાઓ થયા હોવાથી ઇજાગ્રસ્તમાં તેઓને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન વિક્રમભાઈ રાણીવાડીયાનું મોત નીપજયું હતું જે બનાવમાં હાલમાં મૃતક યુવાનના પિતા સવજીભાઇ ભગવાનભાઇ રાણેવાડીયા જાતે.કોળી (૫૦)એ ટ્રક નંબર જીજે ૧૦ ડબલ્યુ ૫૯૭૦ ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે




Latest News