મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સતવારા નવગામ જ્ઞાતિ દ્વારા વિદ્યાર્થીઓને સન્માનીત કરાશે


SHARE













મોરબીમાં સતવારા નવગામ જ્ઞાતિ દ્વારા વિદ્યાર્થીઓને સન્માનીત કરાશે

મોરબીમાં સતવારા નવગામ જ્ઞાતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સતવારા નવગામ જ્ઞાતિના વિદ્યાર્થીઓને સન્માનીત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને શિક્ષણ પુરસ્કાર સમિતિ દ્વારા સતવારા જ્ઞાતિના તારલાઓનો સન્માન સમારોહ યોજવામાં આવશે જેના માટે ૧૩ ઓગસ્ટ સુધીમાં ફોર્મ મેળવીને જમા કરાવવા આયોજકોએ જણાવ્યુ છે.

મોરબીમાં સતવારા નવગામ જ્ઞાતિ દ્વારા ધો.૯ થી કોલેજ તેમજ ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતાં હોય અને વર્ષ ૨૦૨૩ માં પરીક્ષા પાસ કરી હોય તેવા વિદ્યાર્થીને સન્માનીત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી વિસ્તારના સતવારા જ્ઞાતિના વિદ્યાર્થીઓને ફોર્મ ભરી આપવા જણાવાયું છે. આ ફોર્મ મેળવવા અને જમા કરાવવા માટે માધાપરમાં વિજયભાઈ ડાભી- ૯૯૨૫૬૪૨૧૬૪, જયેન્દ્રભાઈ કંઝારિયા- ૯૦૩૩૮૯૭૦૦૦, વજેપરમાં ગોવિંદભાઈ હડીયલ- ૯૯૯૮૦૪૯૬૯૫, તરુણભાઈ પરમાર- ૯૦૩૩૪૨૪૯૦૬, વાઘપરા વિસ્તારમાં પ્રકાશભાઈ સોનગરા- ૯૪૨૭૨૩૬૨૦૦, કેતનભાઈ પરમાર- ૯૪૨૬૬૨૩૦૦૪, માધાપર વાડી વિસ્તારમાં હરિભાઈ કંઝારીયા (ભુંભરની વાડી- પંચાસર રોડ), યોગેશભાઈ ડાભી (રોલા રાતડીયાની વાડી), વજેપર વાડી વિસ્તારમાં દેવજીભાઈ ચાવડા (જોધાણીની વાડી- બોરીયા પાર્ટી), ધીરુભાઈ પરમાર (ભેખડની વાડી- રવાપર રોડ), પ્લોટ વિસ્તારમાં મહાદેવભાઈ ડાભી (ધર્મસૃષ્ટિ સોસાયટી- શનાળા રોડ), તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કિશોરભાઈ કંઝારીયા (ગોકુળનગર-બાદલપર)નો સંપર્ક કરવા જણાવ્યૂ છે સાથોસાથ આઈટીઆઈમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પણ શિષ્યવૃત્તિ આપવાની હોય તેવા વિદ્યાર્થીઓને પણ ફોર્મ ભરીને જમા કરાવવા સંસ્થાના પ્રમુખ ડો. લખમણભાઈ કંઝારીયાએ જણાવ્યું છે.






Latest News