મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં ગરમ પાણીના તપેલામાં પડતાં દાજી ગયેલ બાળકને સારવાર માટે રાજકોટ ખસેડાયો


SHARE













મોરબીમાં ગરમ પાણીના તપેલામાં પડતાં દાજી ગયેલ બાળકને સારવાર માટે રાજકોટ ખસેડાયો

 મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામ પાસે ગોડાઉનમાં રહેતા પરિવારનો એક વર્ષનો બાળક ગરમ પાણીના તપેલામાં પડતા તે દાજી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને ત્યાં તેની સારવાર ચાલુ છે આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે, 

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી પાસે જીયા સીરામીક પ્લાસ્ટિક ગોડાઉનમાં રહેતા ઉમેશભાઈ ભુરીયાનો એક વર્ષનો દીકરો આશિષ ભુરીયા કારખાનામાં રમતો હતો ત્યારે રમતા રમતા તે ગરમ પાણીના તપેલામાં પડી ગયો હતો જેથી કરીને તે બેઠક અને પગના ભાગે દાજી ગયો હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તે બાળકને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને હાલમાં ત્યાં તેની સારવાર ચાલુ છે આ બનાવ અંગેની આ મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

સાપ કરડી ગયો

માળીયા મીયાણા નજીક આવેલ કારખાનામાં રહેતા અમીનાબેન મુસાભાઈ સમાણી (૭૦) નામના વૃદ્ધાને સાપ કરી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે માળિયા મીયાણાની સરકારી હોસ્પિટલે લઇ ગયા હતા ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા આ બનાવની પ્રથમ એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા આવી હતી ત્યાર બાદ આ બનવાની માળિયા તાલુકા પોલીસને જાણ કરાઇ છે.

મારામારીમાં ઇજા

મોરબી નજીકના રફાળેશ્વર ગામે રહેતા ગીતાબેન જયેશભાઈ મહેતા (૩૭)ને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલ હાલતમાં તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા છે અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુમાં ભોગ બનેલ મહિલા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે તેમની બાજુમાં રહેતા હકીબેન તથા બે અજાણ્યા શખ્સો દ્વારા તેઓ તેના ઘરમાં હતા ત્યારે ઘરમાં આવીને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા છે.






Latest News