મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેર કોર્ટના પરિસરમાં સરધારકાના આધેડે દવા ગટગટાવી લેતા રાજકોટ સારવારમાં


SHARE







વાંકાનેર કોર્ટના પરિસરમાં સરધારકાના આધેડે દવા ગટગટાવી લેતા રાજકોટ સારવારમાં

કેતન ભટ્ટી દ્વારા, વાંકાનેર કોર્ટમાં આવેલા સરધારકા ગામના આધેડે કોઇ કારણોસર કોર્ટના પરિસરમાં જ દવા પી લીધી હતી જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે વાંકાનેરના ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને કયા કારણોસર આધેડે કોર્ટમાં દવા પીધી હતી તે દિશામાં તપાસ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના સરધારકા ગામે રહેતા સાબુદીનભાઈ હાજીભાઈ સેરશિયા (૫૫) ગઈકાલે બપોરે એકાદ વાગ્યાના અરસામાં વાંકાનેરમાં આવેલ કોર્ટ ખાતે આવ્યા હતા ત્યારે કોઈ કારણોસર સાહબુદીનભાઈ હાજીભાઈ સેરસિયા કોર્ટના પરિસરમાં જ દવા પી ગયા હતા જેથી તેને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી બેભાન હાલતમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે અને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે અને આધેડે કયા કારણોસર કોર્ટના પરિસરમાં જ દવા પીધી છે તે અંગેની વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના એ.પી. જાડેજા ચલાવી રહ્યા છે 






Latest News