મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં માતા પિતાએ આભ્યાસ માટે ઠપકો દેતા સગીરાએ કર્યો આપઘાત


SHARE







વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં માતા પિતાએ આભ્યાસ માટે ઠપકો દેતા સગીરાએ કર્યો આપઘાત

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતી સગીરાને તેના માતા પિતાએ અભ્યાસ બાબતે ઠપકો આપ્યો હતો જેથી સગીરાએ ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને સિવિલે લઇ ગયા હતા અને આ બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરી આગળની તપાસ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળી રહેલી માહિતી મુજબ વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં જલારામ જીન પાછળ રહેતી સારાબેન મહેબુબભાઇ ધણીયા (ઉ. ૧૬) નામની સગીરાએ તા ૨૪ ના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ લેતા તેનું મોત નીપજ્યું હતું. બાદમાં સગીરામાં મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પીટલમાં ખસેડાયો હતો અને આ બનાવની વાંકાનેર પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને તપાસનીસ મણીભાઇ ગામેતી પાસેથી મળતી માહિતી મુજબ મૃતક સગીરા ધો ૧૧ સાયન્સમાં હતી અને તેને માતા પિતાએ અભ્યાસ બાબતે ઠપકો આપ્યો હતો જેથી તેણે અંતિમ પગલુ ભરી લીધેલ છે






Latest News