મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન વાંકાનેરના વઘાસિયા ટોલનાકા ઉપર સ્ટાફ સાથે ઝઘડો કરીને ટોલ ભર્યા વગર વાહન કઢાવીને ધમકી આપનાર બે શખ્સો સામે ફરિયાદ
Breaking news
Morbi Today

માળીયા(મિં.) પોલીસે બીયરના ૨૬૪ ટીન સાથે એક ઇસમને દબોચ્યો


SHARE











માળીયા(મિં.) પોલીસે બીયરના ૨૬૪ ટીન સાથે એક ઇસમને દબોચ્યો

મોરબી જીલ્લાના માળીયા(મિં) પોલીસ મથકની હદમાં આવતા હરીપર નજીકથી પસાર થતી શંકાસ્પદ કારને બાતમીને આધારે માળીયા પોલીસે અટકાવીને ચેકીંગ કરતા કારમાંથી બીયરના ૨૬૪ ટીન સાથે એક ઇસમ મળી આવતા તેને દબોચી લઇને તેણે આ જથ્થો કોની પાસેથી મેળવ્યો છે..? અને કયાં ડિવિવરી આપવા જતો હતો..? તે દિશામાં હવે માળીયા પોલીસે આગળની તપાસ હાથ ધરેલ છે.

મોરબી જીલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાએ જીલ્લામાં દારૂ-જુગારની બદીને કડક હાથે ડામી દેવા સ્ટાફને સુચના કરેલ હોય ડીવાયએસપી રાધિકા ભારાઇ તથા સીપીઆઇ પી.એચ.લખધીરકાના માર્ગદર્શન હેઠળ માળીયા પીએસઆઇ એન.એચ.ચુડાસમા તેમજ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી બાતમી મળી હતી કે માળીયાના હરીપર ગામના પાટીયા પાસે નેશનલ હાઇવે ઉપરથી મારૂતી સુઝુકી સ્વીફટ કારમાં બીયરના ટીનનો મોટો જથ્થો રાખીને એક ઇસમ નિકળનાર છે તેથી બાતમીવાળી જગ્યાએ વોચ ગોઠવતા બાતમી મુજબની મારૂતી સુઝુકી સ્વીફટ કાર નંબર જીજે ૩૬ આર ૮૯૭૯ લઇને નિકળેલા રફીક તાજમહમદ ભટ્ટી જાતે મિયાણા (ઉ.વ.૨૩) રહે.માળીયા કોળીવાસ નગરપાલીકાની કચેરી સામે જી.મોરબીને અટકાવીમે કારની તલાસી લેવામાં આવતા કારમાંથી ભારતીય બનાવટના કિંગ ફીશર સુપર સ્ટ્રોગ પ્રીમીયમ બીયરના ૨૬૪ ટીન કિંમત રૂા.૨૬,૪૦૦ નો જથ્થો મળી આવતા બીયર તેમજ રૂા.૫ લાખની કાર એમ કુલ રૂા.૫,૨૬,૪૦૦ ની મતા સાથે રફીક તાજમામદ ભટ્ટીની માળીયા પીએસઆઇ એન.એચ.ચુડાસમાએ ધરપકડ કરી હતી.આ કામગીકી સ્ટાફના ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઇ રાઠોડ તથા મહેન્દ્રસિંહ ચુડાસમાએ કરી હતી.






Latest News