મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાના ઓટળા ગામ પાસે બાઇક આડે ગાય ઉતરતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધનું મોત


SHARE







ટંકારાના ઓટળા ગામ પાસે બાઇક આડે ગાય ઉતરતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધનું મોત

ટંકારા તાલુકાના નેસડા સુરજી ગામે રહેતા વૃદ્ધ બાઈક લઈને ઓટાળા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકની આડે ગાય ઉતરતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ઇજા પામેલા વૃદ્ધને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું જેથી હોસ્પિટલ મારફતે આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના નેસડા સુરજી ગામે રહેતા પોપટભાઈ પીતાંબરભાઈ વાઘેલા (૬૫) નામના વૃદ્ધ પોતાનું બાઈક લઈને તા. ૨૮/૮ ના સાંજના પાંચ વાગ્યાના અરસામાં ઓટાળા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકની આડે ગાય ઉતરી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ઈજા પામેલા વૃદ્ધને સારવાર માટે પ્રથમ ટંકારા ત્યાંથી મોરબીની આયુષ હોસ્પિટલ અને બાદમાં વૃદ્ધને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જોકે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે જેથી કરીને હાલમાં હોસ્પિટલ મારફતે અકસ્માત મૃત્યુના આ બનાવની ટંકારા તાલુકા પોલીસે જાણ કરવા માટેની તજવીજ કરવામાં આવી છે

યુવાન સારવારમાં

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર રોડ ઉપર એબૂમ ટાઇલ્સ નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતો રામકૃષ્ણ રામદાસ રાય (૨૪) નામનો યુવાન રાત્રિના સાડા આઠ વાગ્યે લેબર ક્વાર્ટરની કોલોનીમાં હતો ત્યારે ઊચાઇ ઉપરથી નીચે પડતાં તેને ઇજાઓ થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News