22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત વસ્તુ અને સાહિત્ય પ્રદર્શની યોજાઇ


SHARE









મોરબીમાં સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત વસ્તુ અને સાહિત્ય પ્રદર્શની યોજાઇ

મોરબીમાં સરદારબાગ સામે શનાળા રોડ પર સુભાષચંદ્ર બોઝ ચોકમાં સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત વસ્તુ પ્રદર્શની, સાહિત્ય પ્રદર્શનીનું ખુબ જ સુંદર આયોજન થયું હતું  આ પ્રદર્શનીનું ઉદ્ઘાટન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ક્ષેત્રીય સંઘચાલક ડૉ. જયંતીભાઈ ભાડેસિયા તેમજ સંસ્કૃત ભારતી મોરબીના વરિષ્ઠ કાર્યકર્તા  પ્રવીણભાઈ રાજાણી તેમજ ઉષાબેન પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનીમાં ઘરની રોજબરોજની ચીજ વસ્તુઓ, વિદ્યાલયોની વસ્તુઓ,અલગઅલગ વ્યવસાયો, વ્યવસાયની વસ્તુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, ભોજન સંબંધિત વસ્તુઓ, કપડાં આધારિત વસ્તુઓ, સામાન્ય વ્યવહારમાં લઈએ તેવી તમામ વસ્તુઓ આ સિવાય પણ ઘણી બધી લગભગ ૩૫૦-૪૦૦ જેટલી વસ્તુઓના નમૂના સાથે સંસ્કૃતમાં તેનું નામ લખેલ રાખવામાં આવ્યું હતું. આ માટે વિશેષરૂપે સરસ્વતી શીશુ મંદિર શનાળા તેમજ સાર્થક વિદ્યામંદિર દ્વારા  પ્રદર્શની-સાહિત્યની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. તેમજ સંસ્કૃત ભારતી મોરબીના કાર્યકર ભાઈઓ બહેનો ખુબ જ સારી વ્યવસ્થા પૂરી પાડી હતી. અને કોઈ પણ ભાઈ-બહેન સંસ્કૃત ભારતી મોરબી સાથે જોડાવા ઇચ્છતા હોય તો મો. ૯૮૨૫૬ ૩૩૧૫૪ ઉપર સંપર્ક કરવા સંસ્કૃત ભારતીના કિશોરભાઈ શુકલ, મયુરભાઈ શુકલ અને હિરેનભાઈએ જણાવ્યુ છે




Latest News