મોરબીના પીપળી રોડ અને લીલાપર રોડેથી સગીરાના અપહરણ કરનારાઓ પકડાયા, જેલ હવાલે મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા 19 અસહાય માતાઓને રાશન કીટ અર્પણ મોરબી સહિત ગુજરાતના પ્રાથમિક શિક્ષકોને શિક્ષણ સિવાય અનેકવિધ કામગીરીઓનું ભારણ વધી જતાં મુંઝવણ અને મુશ્કેલીમાં વધારો મોરબીમાં જેહાદી માનસિકતાના પુતળા દહન કરીને હિંદુ સંગઠનોએ આવેદનપત્ર પાઠવ્યું આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીની GMERS મેડિકલ કોલેજ ખાતે આયુષ્માન ભવ કાર્યક્રમનો શુભારંભ કરાયો


SHARE













મોરબીની GMERS મેડિકલ કોલેજ ખાતે આયુષ્માન ભવ કાર્યક્રમનો શુભારંભ કરાયો

સરકાર દ્વારા જન આરોગ્ય માટેની અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે,એના દ્વારા જન સુખાકારી માટે જુદાં જુદાં રોગોની સારવાર કરવામાં આવે છે અને લોકો તંદુરસ્ત રહે એ માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ખુબજ જહેમત ઉઠાવે છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂરમું, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વગેરેની વર્ચ્યુલ ઉપસ્થિતમાં એમના વરદ હસ્તે આયુષ્મન ભવનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં ૧૩ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર-૨૦૨૩ સુધી મિશન અંત્યોદયના સંકલ્પને અનુસરીને દરેક ગામમાં તમામ પ્રકારની આરોગ્ય સેવાઓ પુરી કરવાના લક્ષ્યને હાંસલ કરવા માટે આયુષ્માન ભવ યોજના બનાવી છે જેમાં આયુષ્માન આપકે દ્વાર, આયુષ્માન આરોગ્ય મેળો, આયુષ્માન સભા, સ્વચ્છતા અભિયાન, ઓર્ગન ડોનેશન પ્લેઝ દ્રાઈવ,રક્તદાન શિબિર વગેરે કાર્યક્રમો મેડિકલ કોલેજના માર્ગદર્શનથી પી.એચ.સી. અને સી.એચ.સી. ખાતે મેડિકલ કેમ્પ યોજી લોકોને તમામ રોગો માટેની તપાસણી અને ઉપચાર કરવામાં આવશે લોકો વધુને વધુ ઓર્ગન ડોનેટ કરતા થાય,વધુને વધુ રક્તદાન કરતા થાય એ માટે જન જાગૃતિની ઝુંબેશ ચલાવવામાં આવશે. આ તકે મોરબી જિલ્લામાં ૧૬૬ ટલા ટી.બી. પેશન્ટ માટે પોષણ ક્ષમ આહાર માટે કીટ અર્પણ કરનાર દાતાઓ વલમજીભાઈ રાજપરા, વિજયભાઈ જીવાણી, દુર્લભજી દેથરીયા ધારાસભ્ય ટંકારા-પડધરી, મણિલાલ પટેલ, નરવીનસિંહ ઝાલા, મેઘરાજાસિંહ ઝાલા (સરપંચ રંગપર), મહેન્દ્રસિંહ ડી.ઝાલા (પૂર્વ સરપંચ રંગપર) અને હળવદ મુસ્કાન વેકફેર સોસાયટી કિરીટભાઈ કાચરોલા, રાજેશભાઈ કંઝારિયા, જયમીન પિયુષભાઈ જોષી વગેરે દાતાઓનું એન.કે.મુછાર અધિક નિવાસી કલેકટરના, મેડિકલ કોલેજના અધિક્ષક ડો.તપન ગુપ્તા, ડૉ.સંજયભાઈ વિકાણી તેમજ ડો.કવિતાબેન દવે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વગેરેના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું






Latest News